તળાજા માંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ૧૬૨બોટલ કિં.રૂ.૭૮,૯૦૮ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *બાતમી મળેલ કે, તળાજા શહેરમાં જગાભાઇ ગોપનાથ હોટેલની સામે તળાજા તરફ આવતા સર્વિસ રોડ પર બે શખ્સો ચાર થેલાઓમા વિદેશી દારૂની હેર-ફેર કરે છે. જે બાતમી આધારે રેઇડ કરી બોટલો સાથે આશિફ ઉર્ફે આશિક સદરૂદિનભાઇ જમાણી (ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.રૂમ નંબર-૦૩,નુરાની બાગ, ફાતેમા સોસયટી, મહુવા જી.ભાવનગર)અને રણજીત હિંમતભાઇ બારૈયા (ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે.સ્લમ નં.૧૧ની સામે,જનતા પ્લોટ,મહુવા, ભાવનગર)ને ઝડપી લઈ ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીઝ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૩૯ કિ.રૂ.૩૩,૧૮૯, ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીઝ વ્હીસ્કી ૩૭૫ ખક બોટલ નંગ-૬૭ કિ.રૂ.૨૮,૫૪૨, ઓફિસર્સ ચોઇસ પ્રેસ્ટીઝ વ્હીસ્કી ૧૮૦ ખક બોટલ નંગ-૪૭ કિ.રૂ.૧૦,૪૮૧ અને ગોવા ટુ ઇન વન ડ્રાય જીન ૭૫૦ ખક બોટલ નંગ-૦૯ કિ.રૂ.૬,૬૯૬ મળી કુલ રૂ.૭૮,૯૦૮ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમા પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા તેમજ પ્રવિણભાઇ ગળસર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech