શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુની સિલસિલો યથાવત છે ત્યારે શિયાળામાં હ્દય થીજી જવાથી અખબારી વિતરક અને રાવકીમા શ્રમિકનું મોત નીપજ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ થોરાળામાં ચુનારાવાડ ચોક નજીક ગોપાલ પેટ્રોલ પંપની પાછળ રહેતા અને અખબારનું વિતરણ કરતા દિનેશભાઇ રાણાભાઈ ચૌહાણ (ઉ.વ.43)ના આજે વહેલી સવારે જાગ્યા બાદ ઉભા થઈ ચાલવા જતા ચક્કર આવી ત્યાંજ ઢળી પડ્યા હતા. બેભાન હાલતમાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર દિનેશભાઈ ત્રણ ભાઈ એક બહેનમ વચેટ હતા. સંતાનમાં એક દીકરો દીકરી છે. બનાવની જાણ થોરાળા પોલીસને થતા હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં મૂળ યુપીનો અને હાલ લોધિકાના રાવકી ગામે રહેતો અને કારખાનામાં કામ કરતો સત્યજીત રામક્રિષ્ન ચૌહાણ (ઉ.વ.45)નો યુવક આજે વહેલી સવારે છએક વાગ્યે જાગ્યા બાદ બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને સંતાનમાં એકે પુત્ર પુત્રી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application