કૃષ્ણ કથાના સૌથી પીડાદાયક બે પ્રસંગ

  • November 24, 2023 12:42 PM 

કૃષ્ણકથામાં સૌથી પીડાદાયક બાબત હોય તો તે યાદવાસ્થળી અને કૃષ્ણનો દેહોત્સર્ગ છે. ગાંધારીએ પુત્રપ્રેમમાં અંધ થઈને સમગ્ર યુધ્ધ માટે કૃષ્ણને જવાબદાર ઠરાવ્યા અને તેમને એકને જ શાપ આપ્યો. શાપ પણ પાછો કેવો ભયંકર કે તમારી નજર સામે આખા યાદવવંશનો નાશ થશે, આટલું તો ઠીક, શાપ્નો બીજો ભાગ જ ખરો ભયંકર છે: તમે કુત્સિત મોતે મરશો. કૃષ્ણ જેવા પરમ પુરુષને, પરમાત્માના અવતારને જેણે પૃથ્વીને અનિષ્ટના ભારથી છોડાવી તેને માટે આવું નિકૃષ્ઠ મોત માગવું, એવો શાપ આપવો એ અંધત્વની પરાકાષ્ઠા છે. ગાંધારી સતિ હોવા છતાં આટલી નીચે જાય એ હદ થઈ ગઈ કહેવાય. મહાભારતકાર પોતાના પાત્રોને ઉદાતતાની પરમસીમાથી નીચતા સુધીનો વ્યાપ આપવા માટે જાણીતા છે. એના પાત્રોમાં સારા અને ખરાબના અંતિમો જોવા મળે છે. જે ગાંધારી સમજતી હતી, જાણતી હતી, માનતી હતી કે શ્રીકૃષ્ણ સ્વયં પરમાત્મા છે તે જ તેમને શાપ આપે અને આટલો કનિષ્ઠ શાપ આપે. કૃષ્ણએ તો સારું અને ખરાબ બંનેને સમાન ભાવે સ્વીકારવાનું શીખી જ લીધું હતું. શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સૂર જ એ છે કે સારાં અને ખરાબ બંનેને સમાન નજરે જોવું. કૃષ્ણએ ગાંધારીના શાપ વખતે પણ એવી જ સમતા જાળવી જ્યારે મહાભારતના યુધ્ધ પછી પાંડવોએ તેમની પ્રશંસા કરી ત્યારે જાળવી રાખી.


ગાંધારીના શાપ્ને કૃષ્ણએ હસતા મોઢે સ્વીકારી લીધો કારણ કે તે આવનારું ભવિષ્ય જાણતા હતા તેમ મહાભારતમાં કહેવાયું છે. કૃષ્ણ ભવિષ્ય જાણતા નહોતા, ભવિષ્યનું નિમર્ણિ કરી રહ્યા હતા. તે યાદવોને પૂરેપૂરા ઓળખતા હતા. સો વર્ષ સુધી દોમ દોમ સાહ્યબીમાં, સમૃધ્ધિના સમુદ્રમાં રહીને યાદવો છકી ગયા હતા તે કૃષ્ણ કરતા વધુ કોણ સમજતું હોય? કૃષ્ણએ પોતાની વેદના એક વખત નારદ સમક્ષ ઠાલવી પણ હતી. તેમાં યાદવોના આંતરકલહ અને કૃષ્ણને પરેશાન કરતા રહેવાના તેમના ઉત્પાત સ્પષ્ટ થઈ આવે છે. અંધક, ભોજ, વૃષ્ણિ, કુકુર વગેરે યાદવવંશો એકબીજાના પ્રતિસ્પર્ધી તરીકે સંઘર્ષરત રહેતા હતા. મહાભારત યુધ્ધમાં તો યાદવોનો વિનાશ થતો કૃષ્ણએ બચાવ્યો હતો પણ એ યાદવોમાં સંપ લાવી શક્યા નહોતા. આખા જગતને સમજાવવામાં સફળ રહેલા શ્રીકૃષ્ણ પોતાના જ બાંધવોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પારકાને સમજાવવા સરળ હોય છે. પોતાનાને સમજાવવા મુશ્કેલ. પારકાની પાટી કોરી હોય, પોતાનાની પાટીમાં તો જૂના વેરઝેર, ઈષર્,િ અણબનાવ વગેરેની ભરમાર હોય. મહાભારત યુધ્ધ પૂરું થયું ત્યારે કૃષ્ણએ ગાંધારીના શાપ્નો સ્વીકાર કરતા કહ્યું હતું કે, હં ભવિષ્યમાં જે કરવાનો છું એ જ તમે કહ્યું છે. યાદવો બીજા મનુષ્યો, દેવતાઓ કે દાનવોથી અવધ્ય છે તેથી તેઓ પરસ્પર લડીને જ વિનાશ પામશે.


કૃષ્ણ જેવો અવતાર નિંદિત કારણ વડે મૃત્યુને પામે એ ઘટના સમજવી પડે એવી છે. કૃષ્ણ જ નહીં કોઈપણ મહાપુરુષ માટે કેવું મૃત્યુ શોભાપ્રદ હોય? ઈશ્ર્વરના અવતારને પણ માનવદેહ ધર્યો છે તે છોડવો તો પડે જ. તેમના માટે ચમત્કારી મૃત્યુ હોવું ઘટે? બાદમાં થઈ ગયેલા ઘણા સંત-પુરુષની છાપ્ને કોઈ મોટો ફાયદો થયો નથી. કબીર મૃત્યુ પામ્યા ત્યારે તેમનો દેહ ફૂલનો ઢગલો થઈ ગયો એવા ચમત્કારની વાત કહેવાય છે. પણ કબીર જન્મે મુસ્લિમ હોવાથી અને જીવનભર હિન્દુ ધર્મના પ્રભાવમાં રહ્યા હોવાથી તેમને દફન કરવા કે બાળવા એ વિવાદ વકરે નહીં તે માટે કોઈ શાણા શિષ્યએ તેમના દેહનો નિકાલ કરીને તેની જગ્યાએ ફૂલો ગોઠવી દીધા હોવાની સંભાવના વધુ છે. આવા ચમત્કારો ઉભા કરવાથી ઈશ્ર્વરના અવતાર માટે આવશ્યકતા ન હોય. તેમનું નિધન કોઈપણ સ્વપે થાય, તેમની પ્રતિભાને કોઈ જ અસર પડે નહીં તો તે સાચા અવતાર, રામનું મૃત્યુ સરયુ નદીમાં આત્મ સમર્પણથી થયું હતું. એ પણ કાંઈ સારું કારણ ન કહેવાય. કૃષ્ણ જેવા અવતારી પુરુષ માટે નિકૃષ્ઠ મૃત્યુ પણ શોભાપ જ બની રહેવાનું હોય. આખાં ભારતવર્ષના યોધ્ધાઓને સવાસો વર્ષ સુધી પરાસ્ત કરનાર કૃષ્ણ એકલા નિર્જનવનમાં કૂળના નાશના શોકમાં હોય ત્યારે સામાન્ય પારધીના બાણથી મૃત્યુ પામે એ પણ કૃષ્ણની પ્રતિભાને ઝાંખી કરી શકયું નથી. ગાંધારીએ વિચાર્યુ હશે કે નિંદિત કારણ દ્વારા કૃષ્ણનું નિધન થશે એનાથી કૃષ્ણનો પ્રભાવ ધોવાશે. પણ નથી કૃષ્ણનું નિધન થયું કે નથી કૃષ્ણ ઝંખવાયા. કૃષ્ણ શાશ્ર્વત છે, ગાંધારી નથી.


મહાભારત યુધ્ધ પછીના છત્રીસ વર્ષમાં બહ ઓછા બનાવ બન્યા. અશ્ર્વમેધ યજ્ઞ પછી કુરુકુળમાં નોંધવા યોગ્ય એકમાત્ર બનાવ તે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતિ વનમાં ગયા તે હતો. યુધ્ધ પછીના પંદર વર્ષ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોની સાથે રહ્યા. યુધિષ્ઠિર અને અર્જુન તેને સગા પિતા જેવું માન આપતા પણ ભીમને તે દીઠા પણ ગમતા નહીં. સામા પક્ષે ધૃતરાષ્ટ્ર પણ પોતાના સો પુત્રોને મારી નાખનાર ભીમને માફ કરી શક્યા નહોતા. ભીમ પ્રત્યે તેના હૃદયમાં દ્વેષ અને ક્રોધ શમવાનું નામ લેતાં નહોતા. ભીમ તો પોતાના માણસો મોકલીને ધૃતરાષ્ટ્રનું અપમાન કરાવતો રહેતો. પોતાના સાથીઓ સાથે બેઠેલા ભીમે એકવાર તો પોતાના સાથળ પર હાથ થપથપાવીને ધૂતરાષ્ટ્ર અને ગાંધારી બરાબર સાંભળે તેમ, તેમને સંભળાવવા માટે જ કહ્યું: ‘આ આંધળા ધૃતરાષ્ટ્રના સો પુત્રોને મેં મારી આ ભોગળ જેવી ભૂજાઓથી મસળી નાખ્યા છે. મારા આ લોખંડી હાથની પકડમાં આવી ગયેલા દૂર્યોધન અને તેના નવ્વાણુ ભાઈઓને મેં મારી નાખ્યા છે? ભીમની કઠોર વાણીથી રાજા ધૃતરાષ્ટ્રને નિર્વેદ થઈ આવ્યો. ભીમના એકધારો વાગ્બાણથી ધૃતરાષ્ટ્ર ભાંગી પડ્યા. નકુલ અને સહદેવ ભીમને છૂપો ટેકો આપતા પણ ધૃતરાષ્ટ્રનું મન રાખવા માટે કશું અપ્રિય બોલતા નહીં. ભીમના કડવા વેણથી દુ:ખી થયેલા ધૃતરાષ્ટ્રએ વનમાં જઈને તપસ્યા દ્વારા પ્રાણત્યાગ કરવાની ઈચ્છા કરી. વિદુર, સંજય, ગાંધારી અને કુંતિ પણ તેમની સાથે જવા તૈયાર થયા. વનમાં જતાં પહેલા ધૃતરાષ્ટ્રએ દાન કરવા માટે યુધિષ્ઠિર માટે ધન માગ્યું તો ભીમે એ આપવાનો પણ ઈનકાર કર્યો. યુધિષ્ઠિરે તેને ઠપકો આપવો પડ્યો અને યુધિષ્ઠિર તથા અર્જુને પોતાના અંગત ખજાનામાંથી ધૃતરાષ્ટ્રને દાન માટે ધન આપવું પડ્યું. વનમાં ત્રણ વર્ષ રહ્યા પછી ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતિ દાવાનવમાં પોતાની ઈચ્છાથી સળગીને સ્વર્ગે ગયા. તે પહેલા, યુધિષ્ઠિર જ્યારે પાંડવોની સાથે વનમાં માતા કુંતિ તથા ધૃતરાષ્ટ્રને મળવા ગયા ત્યારે વિદુર અલગ તપ કરતા હતા. અતિ કઠીન તપ કરીને જાતને સુકવી નાખનાર વિદુરને મળવા યુધિષ્ઠિર ગયા ત્યારે વિદુર વનમાં અંદર ભાગી ગયા. યુધિષ્ઠિર પાછળ દોડીને તેમની પાસે પહોંચ્યા ત્યારે વિદુર તેજપે યુધિષ્ઠિરમાં સમાઈ ગયા. વિદુર ધર્મનો અવતાર હતા અને યુધિષ્ઠિર ધર્મના પુત્ર, ધર્મના જ બે સ્વપ એક થઈ ગયા. અણી માંડવ્ય ઋષિના શાપથી ધર્મએ વિદુરપે અવતરવું પડ્યું હતું એવી કથા છે.

મહાભારતકારની કથનરીતિ મુજબ મૌસલપર્વની શઆત પણ તેના અંતની જાહેરાત સાથે જ થાય છે. મૌસલપર્વની શઆતમાં મહાભારત યુધ્ધના છત્રીસમા વર્ષની શઆતમાં રાજા યુધિષ્ઠિરને વિપરિત પ્રકારના અપશુકનો થવા માંડ્યા. કેટલોક સમય થયો ત્યાં યુધિષ્ઠિરને દાક દ્વારા સમાચાર મળ્યા કે સમગ્ર યાદવવંશ મુસળયુધ્ધમાં વિનાશ પામ્યો છે. કૃષ્ણ અને બલરામે પણ દેહ છોડી દીધા છે. ઋષિઓના શાપ્ને લીધે યાદવો પરસ્પર લડીને નાશ પામ્યા છે. વાસુદેવ કૃષ્ણનું નિધન થયું છે એ પાંડવો માની શક્યા નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application