પાકિસ્તાન એવો દેશ છે જે વારંવાર દુનિયાની લતાડનો સામનો કરે છે પણ સુધરતું નથી. હાલ માં જ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાઈક આવું જ થયું છે. સામાન્ય સભાની બેઠક શાંતિ સંસ્કૃતિ વિષય પર યોજાઈ હતી. બેઠકમાં પાકિસ્તાની રાજદૂત મુનીર અકરમે ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા અને કાશ્મીર, નાગરિકતા (સંશોધન) કાયદો એટલે કે CAA અને અયોધ્યામાં રામ મંદિર મમલે કેટલીક વિવાદિત ટિપ્પણી કરી છે. જેનો વળતો જવાબ ભારતીય સમકક્ષ રૂચિરા કંબોજે આપ્યો છે.
રૂચિરા કંબોજે કહ્યું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ છે. તેણે પાડોશી દેશને શિષ્ટાચારના પાઠ પણ ભણાવ્યો. તેમણે કહ્યું કે આ મેળાવડામાં અમે આ પડકારજનક સમયમાં શાંતિની સંસ્કૃતિ વિકસાવવાની વાત કરી રહ્યા છીએ. આપણું ધ્યાન રચનાત્મક સંવાદ પર હોવું જોઈએ. આવી સ્થિતિમાં, આપણે પાકિસ્તાનની ટિપ્પણીઓને અવગણવી જોઈએ. કારણ કે તેઓમાં માત્ર શિષ્ટાચારનો અભાવ નથી પણ તેમના વિનાશક અને હાનિકારક સ્વભાવને કારણે આપણા સામૂહિક પ્રયાસોને અવરોધે છે.
કંબોજે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે પ્રતિનિધિમંડળ સન્માન અને મુત્સદ્દીગીરીના કેન્દ્રીય સિદ્ધાંતોને વળગી રહે. બધા મોરચે સૌથી વધુ શંકાસ્પદ ટ્રેક રેકોર્ડ ધરાવનાર દેશ પાસેથી આ પૂછવું ઘણું વધારે છે? આતંકવાદ શાંતિની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને તે કરુણા, સમજણ અને સહઅસ્તિત્વ જેવા તમામ ધર્મોના મૂળભૂત ઉપદેશોની પણ વિરુદ્ધ છે.
કંબોજે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ ભૌગોલિક રાજકીય તણાવ અને અસમાન વિકાસથી નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. ધર્મ કે આસ્થાના આધારે વધી રહેલી અસહિષ્ણુતા, ભેદભાવ અને હિંસા ખરેખર આપણું તાત્કાલિક ધ્યાન માંગે છે. અમે ખાસ કરીને ચર્ચ, મઠો, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો અને સિનાગોગ સહિતના પવિત્ર સ્થળો પર વધતા હુમલાઓથી ચિંતિત છીએ.
કંબોજે યુએનજીએની બેઠકમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી દ્વારા પ્રસ્તાવિત અહિંસાનો સિદ્ધાંત શાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો આધાર છે. તેમણે કહ્યું કે ભારત માત્ર હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જન્મસ્થળ નથી. ભારત ઇસ્લામ, યહુદી, ખ્રિસ્તી અને પારસી ધર્મનું ઘર પણ છે. તેમણે કહ્યું કે ભારત તેની ધાર્મિક અને ભાષાકીય વિવિધતા સાથે ભારતની સાંસ્કૃતિક સહિષ્ણુતા અને સહઅસ્તિત્વનો પુરાવો છે. દિવાળી, ઈદ, ક્રિસમસ અને નૌરોઝ જેવા તહેવારો ધાર્મિક સીમાઓને ઓળંગીને વિવિધ સમુદાયો વચ્ચે સહિયારી ખુશીની ઉજવણી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech