પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી થઈને જતી 2 જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા માર્ચ માસ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં 1. ટ્રેન નંબર 09562/ 09561 ઓખા- બાંદ્રા ટર્મિનસ- ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પૈકી નંબર 09562 ઓખા– બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09561 બાંદ્રા ટર્મિનસ– ઓખા સાપ્તાહિક સ્પેશિયલને 25 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09018/ 09017 વેરાવળ- બાંદ્રા ટર્મિનસ- વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન પૈકી નંબર 09018 વેરાવળ– બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 30 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ– વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને 29 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ આજથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application