પાટણ જિલ્લાના રાધનપુર પાસે આજે ગોઝારો અકસ્માત થયાના સમાચાર મળ્યા છે. આ અકસ્માતમાં એકસાથે પાંચ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બે લોકોના મોત થયા છે અને આઠથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા સેવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના તમામ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

આ અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application