BREAKING NEWS

LIVE વીડિયો કરી ફિનાઈલ ગટગટાવ્યું, રાજકોટના રેસકોર્સમાં બે સો. મીડિયા ઇનફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ

  • December 16, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરી ગલ્લી અને જાહેરમાં જોવા મળતી મારામારીની સાથે સાથે હવે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરો દ્વારા ઇન્સ્ટા-ફેસબુકના માધ્યમથી લાઈવમાં બેફામ બનતા જોવા મળી રહ્યા છે જેની સામે પોલીસ દ્વારા માત્ર એકલ દોકલ કેસ કરી કાર્યવાહીના નામે સંતોષ માની રહી છે. જેના કારણે કેટલાક ઇન્ફ્લુએન્સરોએ સોશિયલ મીડિયાને ડર્ટી સોશિયલ મીડિયા બનાવી દીધું છે. ત્યારે મોરબી અને રાજકોટની બે કહેવાતી સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરે દંપતી સહિત ચારના ત્રાસથી કંટાળી રેસકોસ ગ્રાઉન્ડમાં ફિનાઈલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.


તમે પાકિસ્તાની છો, તમે ગુજરાતનું ખરાબ બોલ્યું છે

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતી અનીશાબેન શાહમદાર (ઉ.વ.36) અને તેની સહેલી પ્રિયાબેન મેહુલભાઈ ચૌહાણ (ઉ.વ.33) બંનેએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. બંને સહેલીઓએ જણાવ્યું હતું કે, અમે ત્રણ દિવસ પહેલા મુંબઈ ગયા હતા ત્યારે એક વીડિયો બનાવી ઇન્સ્ટામાં અપલોડ કર્યો હતો. જે વીડિયોમાં ગાલી ગલોચ બોલાઈ ગઈ હતી અને આ વીડિયો સોનુ ઉર્ફે દિદુએ જોયો હતો અને તેમાં બોલેલા અપશબ્દને લઈને સોનુએ ફોન કરી તમે પાકિસ્તાની છો, તમે ગુજરાતનું ખરાબ બોલ્યું છે, કહી બોલાચાલી કરી હતી.


સોનુ અમારી સામે ન આવી જોઈ બાકી ઉપાડી લેશું

આથી આ વીડિયો અમે ડીલીટ કરી નાખ્યો હતો. એમ છતાં વોટ્સએપ કોલ અને નોટ મોકલી લાઈવમાં આવવા દબાણ કર્યું હતું અને અમે લાઈવમાં આવતા અપશબ્દો તેણીએ અપશબ્દો બોલવાનું કર્યું હતું. સોનુ ઉર્ફે દિંદુ સાથે સુરતની અંકિતા પટેલ લાઈવમાં ફોન કરી બધાને વાતો સંભળાવતી હતી. કે સોનુ અમારી સામે ન આવી જોઈ બાકી ઉપાડી લેશું. કહી. છેલ્લા કેટલાક દિવસથી ત્રાસ આપતી હતી. અમે આ ચારમાંથી કોઈને ઓળખતા નથી, અનીશા મારી બહેનપણી હોવાથી આ લોકોને તકલીફ પડી રહી છે. કહી આક્ષેપો કર્યા હતા. બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application