BREAKING NEWS

સુરેન્દ્રનગરમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, બે ટ્રેન રદ; 7 ટ્રેન ડાયવર્ટ કરાઈ, જુઓ લિસ્ટ

  • October 21, 2026 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં બુધવાર, 21 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 13:30 કલાકે પનકી ધામ (કાનપુર નજીક, ઉત્તર પ્રદેશ) થી હાપા જઈ રહેલી એક ખાલી માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી.

આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી.

આ ઘટનાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. તેની વિગતો નીચે મુજબ છે

ડાઇવર્ટ કરાયેલા માર્ગ પર ચાલનારી અપ દિશાની ટ્રેનો


1)  ટ્રેન નંબર 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) થાન–વાંકાનેર–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.

 2) ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) વાંકાનેર–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.

 3) ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.

4) ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.

5) ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ જનતા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 21 ઓક્ટોબર 2026) રાજકોટ–મોરબી–માળિયા મિયાણા–વિરમગામ માર્ગે ચાલશે.

ડાઇવર્ટ કરાયેલા માર્ગ પર ચાલનારી ડાઉન દિશાની ટ્રેનો

1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ–રાજકોટ એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 20 ઓક્ટોબર 2026) વિરમગામ–માળિયા મિયાણા–મોરબી–રાજકોટ માર્ગે ચાલશે.

2) ટ્રેન નંબર 15636 ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ (પ્રવાસ તારીખ 19 ઓક્ટોબર 2026) વિરમગામ–માળિયા મિયાણા–મોરબી–રાજકોટ માર્ગે ચાલશે.

બે પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ

1) ટ્રેન નંબર 59272 ભાવનગર ટર્મિનસ–સુરેન્દ્રનગર પેસેન્જર વઢવાણ સિટી સ્ટેશને ટૂંકાવી દેવામાં આવશે (શોર્ટ ટર્મિનેટ થશે). તેથી વઢવાણ સિટી–સુરેન્દ્રનગર વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.

 2) ટ્રેન નંબર 59203 સુરેન્દ્રનગર–ભાવનગર ટર્મિનસ પેસેન્જર વઢવાણ સિટી સ્ટેશનથી ઉપડશે. તેથી સુરેન્દ્રનગર–વઢવાણ સિટી વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યાત્રા શરૂ કરતાં પહેલાં સંબંધિત ટ્રેનોની અદ્યતન સ્થિતિની માહિતી રેલવેના સત્તાવાર પૂછપરછ માધ્યમો પરથી મેળવી લે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application