ઉર્મિલાથી છૂટાછેડાના બે વર્ષ બાદ મોહસીનને મળી નવી હમસફર.
ઉર્મિલાથી છૂટાછેડાના બે વર્ષ બાદ મોહસીનને મળી નવી હમસફર.
June 15, 2026 03:04 PM
ઉર્મિલા માતોંડકરથી ૨ વર્ષ પહેલાં છૂટાછેડા લીધા બાદ, હવે મોહસિન અખ્તરે વર્ષ ૨૦૨૬માં એક ખાનગી સમારોહમાં બીજા લ કરી લીધા છે. આ લ પ્રસંગમાં માત્ર તેમના ખૂબ જ નજીકના પરિવારજનો અને મિત્રો સામેલ થયા હતા. મોહસિન અખ્તરે નિધા ભટ્ટ સાથે પોતાના જીવનની એક નવી અને સુંદર શરૂઆત કરી છે.જો કે તેમના પર હિંદુ યુવતીને ફસાવી હોવાના પણ આરોપ છે. ઉર્મિલા માતોંડકરના એકસ–હસબન્ડ (ભૂતપૂર્વ પતિ) મોહસિન અખ્તર ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. મોહસિને સોશિયલ મીડિયા દ્રારા પોતાના બીજા લની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિકાહની સુંદર તસવીરો શેર કરતા તેમણે જણાવ્યું કે તે નિધા ભટ્ટ સાથે લના બંધનમાં બંધાઈ ચૂકયા છે. ઉર્મિલા અને મોહસિનનો સંબધં ૨ વર્ષ પહેલાં જ પૂરો થઈ ગયો હતો, જે બાદ હવે મોહસિને પોતાના જીવનનો નવો માર્ગ પસદં કરી લીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ફોટામાં મોહસિન ઘૂંટણિયે બેસીને પોતાની બેગમને વીંટી પહેરાવતો ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યો છે. પોતાની નવી સફરની શરૂઆતમાં મોહસિન પોતાની માતાને યાદ કરવાનું ન ભૂલ્યો. તેણે આગળ લખ્યું, ''થેન્ક યુ અમ્મી, મને ઉપર આકાશમાંથી જોવા માટે. હત્પં જાણું છું કે આ બધું તમારી દુઆઓ અને પ્રેમનું જ પરિણામ છે. મને પૂરો વિશ્વાસ છે કે આજે તમને ઘણો સુકૂન મળ્યો હશે. હત્પં તમને દરેક પળે યાદ કં છું. અમને તમારી દુઆઓમાં યાદ રાખજો.જણાવી દઈએ કે, અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને મોહસિન અખ્તરના સંબંધોમાં ખટાશની ખબરો સૌથી પહેલા વર્ષ ૨૦૨૪માં સામે આવી હતી. એ જ વર્ષે સપ્ટેમ્બરમાં સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું હતું કે ઉર્મિલાએ મુંબઈની અદાલતમાં છૂટાછેડા (તલાક) માટે અરજી કરી દીધી છે. આ બંનેએ ૪ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં ખૂબ જ સાદગીથી લ કર્યા હતા