BREAKING NEWS

યુવકે મચ્છુ નદીમાં લગાવી મોતની છલાંગ, મિત્ર બચાવવા કૂદ્યો, બંનેના ડૂબી જતા મોત

  • October 26, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team

મોરબીમાં એક કરુણ ઘટના બની છે. મચ્છુ નદીમાં ગઈકાલે એક યુવકે આત્મહત્યા કરવા નદીમાં છલાંગ લગાવી હતી. યુવકને નદીમાં ડૂબતા જોઈ તનો મિત્ર તેને બચાવવા નદીમાં પડ્યો. જોકે, બંને નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને નદીમાં ડૂબી જવાથી તેમના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત 40 કલાકની સઘન શોધખોળ બાદ બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.



મળતી માહિતી મુજબ, શુક્રવારે (26 ઓક્ટોબર) એક યુવકે આત્મહત્યા કરવા માટે નદીમાં કૂદકો માર્યો હતો. જોકે, તેના મિત્રને આ વિશે જાણ થતાં તેની પાછળ તેને બચાવવા નદીમાં પડ્યો. પરંતુ, નદીના તેજ પ્રવાહના કારણે બંને નદીના પ્રવાહમાં ફસાઈ ગયા. જેના કારણે આપઘાત કરવા ગયેલો શખસ અને બચાવવા ગયેલો મિત્ર બંને નદીમાં ડૂબી ગયા. સમગ્ર ઘટનાની જાણ થતા તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોરબી અને રાજકોટની ફાયર ટીમ તેમજ સદર્ફ સહિતની ટીમના 50 જેટલા જવાનોએ સતત નદીમાં શોધખોળ કરી મૃતકોનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. 


પોલીસ દ્વારા બંને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પાછળના આત્મહત્યાના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application