BREAKING NEWS

ટંકારા નજીક કાર ટ્રાન્સફોર્મર સાથે અથડાતાં રાજકોટના બે યુવકનાં મોત

  • November 16, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરઝડપે આવતી સ્વીફ્ટ કાર પલટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા યુવકો કામ અર્થે મોરબી આવી રહ્યા હતા. તે દરમિયાન ટંકારા નજીક તેમની સ્વીફ્ટ કાર અકસ્માતનો ભોગ બની હતી.


અકસ્મતમાં મૃત્યુ પામેલા યુવકોની ઓળખ અમન ગણેશભાઈ બાબરીયા (ઉં.વ. 25, રહે. રાજકોટ) અને પ્રભાત કાળુભાઈ લામકા (ઉં.વ.28, રહે. રાજકોટ) તરીકે થઈ છે. જ્યારે જીવણ સવાભાઈ ડાભી (ઉં.વ.35, રહે. રાજકોટ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.મંડપ ડેકોરેશનના કામ અર્થે મોરબી આવી રહેલા બે યુવકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application