શાપર વેરાવળ પાસે શીતળા મંદિર પાસે ઓરડીમાં રહેતા બે શ્રમિકો રાત્રીના ઘરે હતાં. ત્યારે ગેસનો બાટલો ફાટતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતાં જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાત્રીના ગેસનો બાટલો લીક થયા હોય જે અંગે અજાણ યુવાને સીગારેટનો કસ લાગવતા જ ઘડાકો થયો હતો. જેથી બંને દાઝી ગયા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપર નજીક શીતળા મંદિર પાસે ઓરડીમાં રહેતા મોનુ દિલીપભાઇ કૌલ(ઉ.વ. ૧૯) અને કિશોર રાજુભાઇ બસરા(ઉ.વ. ૨૨) રાત્રીના ઓરડીમાં હતા ત્યારે અહીં ગેસનો બાટલો ફાટતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતાં જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મોનુ મૂળ બિહારનો વતની છે અને તે બે ભાઇના પરિવારમાં મોટો છે. જયારે કિશોર એમ.પીનો વતની છે અને તે બે બહેન એક ભાઇના પરિવારમાં વચેટ છે. બંને અહિં મજૂરીકામ કરે છે. રાત્રીના ઓરડીમાં ગેસનો બાટલો લીકેજ થયો હોય જે અંગેની જાણ બંને શ્રમિકોને ન હોય દરમિયાન સીગારેટનો કસ લાગાવતા જ ઘડાકો થયો હતો જેથી બંને દાઝી ગયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application