BREAKING NEWS

અમદાવાદના પ્લેન ક્રેશથી બરબાદ થયેલા પરિવારના યુકેના વિઝા રદ

  • April 22, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય મૂળના રહેવાસી અને કામચલાઉ યુકે સ્થાયી થયેલા પરિવાર પર મોટી આફત આવી પડી છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પત્ની અને પુત્રી ગુમાવ્યા બાદ યુવક યુકે રહેતો હતો તેના વિઝા રદ કરી દેવામાં આવતા યુવક સ્તબ્ધ બની ગયો છે. યુકે હોમ ઓફિસે માનવતાવાદી ધોરણે દેશમાં રહેવાની તેમની અરજી ફગાવી દીધી છે ત્યારે યુવક સામે મોટો પડકાર ખડો થયો છે કે કયાં જવું અને શું કરવું? એર ઇન્ડિયા લાઇટ ક્રેશમાં તેમની પત્ની અને ૨ વર્ષની પુત્રી ગુમાવ્યા પછી, મોહમ્મદમિયા સેઠવાલાએ પોતાનું જીવન ફરીથી બનાવવાનું શ કયુ હતું. હવે ૨૮ વર્ષીય મોહમ્મદમિયા સેઠવાલા યુનાઇટેડ કિંગડમમાં રહેવા માટે લડી રહ્યો છે.
૯ એપ્રિલના રોજ, ગુજરાતના વડોદરાના રહેવાસી મોહમ્મદમિયા સેઠવાલાને યુકે હોમ ઓફિસ દ્રારા જાણ કરવામાં આવી હતી કે માનવતાવાદી ધોરણે દેશમાં રહેવાની તેમની અરજી નામંજૂર કરવામાં આવી છે. અધિકારીઓએ તેમને ૨૨ એપ્રિલ સુધી ઇમિગ્રેશન જામીન પર રાખ્યા હતા, અને ત્યારબાદ તેમને યુકે છોડી દેવાનો નિર્દેશ આપ્યો હતો. સેઠવાલાએ ૨૦૨૨ માં તેમની પત્ની, સાદિકા, જે ત્યાં ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી, તેના માટે ડિપેન્ડન્ટ વિઝા પર યુકે આવ્યા હતા.
પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, દંપતી રગ્બીમાં સ્થાયી થયું; સાદિકાને નોકરી મળી ગઈ હતી અને તે વર્ક પરમિટ મેળવવાના માર્ગ પર હતી. ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ, અમદાવાદથી લંડન જતી લાઇટ ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ ત્યારે બધું અચાનક સમા થઈ ગયું. સાદિકા અને તેની યુવાન પુત્રી, ફાતિમા, અકસ્માતમાં માર્યા ગયેલા ૨૪૧ લોકોમાં સામેલ હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application