મહારાષ્ટ્ર્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા મોટો દાવો કર્યેા છે. તેમણે કહ્યું કે શિવસેના (યુબીટી), જેને તેના ભૂમિપુત્રોના એજન્ડા પર ગર્વ છે, તેણે લઘુમતીઓ, બિન–મરાઠી અને બિન–હિન્દી ભાષીઓના સમર્થનને કારણે મુંબઈમાં ત્રણ લોકસભા બેઠકો જીતી છે. નાયબ મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યેા છે કે શિવસેના (યુબીટી)ની જીત મરાઠી ભાષી લોકો અને મુંબઈકર અને ઘણી પેઢીઓથી શહેરમાં રહેતા ઉત્તર ભારતીયોના મતોને કારણે નથી થઈ.
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં શિવસેના (યુબીટી)એ મુંબઈમાં ૬ બેઠકો જીતી છે. ભાજપે એક બેઠક, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ એક બેઠક અને કોંગ્રેસે એક બેઠક જીતી છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ એવા લોકોના મતથી જીત્યો હતો જેમના માટે તેમણે 'હિન્દુ દય સમ્રાટ'ને બદલે 'જનાંબ'નો ઉપયોગ કરવો પડો હતો. એટલું જ નહીં, તેમણે દાવો કર્યેા છે કે લઘુમતીઓના મત મેળવવા માટે છેલ્લા ૬ મહિનાથી ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ તેમના સંબોધન દરમિયાન મારા હિન્દુ ભાઈ–બહેનોને સંબોધવાનું પણ બધં કરી દીધું છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના (યુબીટી) અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને ખોટું બોલ્યા કે ભાજપ બંધારણ બદલવા માંગે છે અથવા જો ભાજપ સરકાર સત્તામાં આવશે તો સરકાર બદલશે. ભાજપ અનામત ખતમ કરવા માંગે છે. આ બધી ખોટી વાતો કહીને ભાજપને ઘણું નુકસાન થયું છે.
મહારાષ્ટ્ર્રમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૪૮માંથી ૨૮ સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં ભાજપ માત્ર નવ બેઠકો જીતી શકી હતી. યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્ર્રમાં ૨૩ બેઠકો જીતી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech