યુક્રેને રશિયા પર એક મોટો અને વ્યૂહાત્મક હુમલો કરવાનો દાવો કર્યો છે, જેમાં રશિયાના 41 લડાયક વિમાનોનો નાશ કરવામાં આવ્યા છે. યુક્રેનની વેબસાઇટ 'કીવ ઇન્ડિપેન્ડન્ટ'ના અહેવાલ મુજબ, યુક્રેને રશિયાના ચાર મહત્વપૂર્ણ એરબેઝને નિશાન બનાવ્યા હતા, જેમાં મર્મન્સ્કમાં ઓલેન્યા એર બેઝ, ઇરકુત્સ્કમાં બેલાયા એર બેઝ, ઇવાનોવોમાં ઇવાનોવો એર બેઝ અને ડાયગિલેવો એર બેઝનો સમાવેશ થાય છે.
આ હુમલામાં રશિયાના બેલાયા એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જે યુક્રેનની સરહદથી લગભગ 4,000 કિમી દૂર આવેલું છે. જ્યારે ઓલેન્યા એરબેઝ લગભગ 1,800 કિમી દૂર છે. આ હુમલામાં A-50, TU-95 અને TU-22 જેવા વ્યૂહાત્મક બોમ્બર્સ (Strategic Bombers) નો નાશ થયો હોવાનું યુક્રેનનો દાવો છે.
રિપોર્ટ અનુસાર, યુક્રેનની સુરક્ષા એજન્સી (SBU) એ FPV (ફર્સ્ટ-પર્સન-વ્યૂ) ડ્રોન્સનો ઉપયોગ કરીને આ હુમલો કર્યો હતો. SBU ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ હુમલો તેમણે પોતાના બચાવમાં કર્યો છે, કારણ કે આ રશિયન વિમાનો અવારનવાર યુક્રેનના શહેરોને નિશાન બનાવે છે.
પ્રાથમિક અંદાજ મુજબ, આ હુમલાથી રશિયાને $2 બિલિયન અમેરિકી ડોલર (₹17,000 કરોડથી વધુ) નું નુકસાન થયું હોઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, રશિયાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સોમવારે ઇસ્તંબુલમાં શાંતિ વાટાઘાટો યોજાવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅધેવાડાનો ’વેન્ચર’ વિદેશી દારુ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઝપટે ચડ્યો
June 03, 2025 02:52 PMહિરલબા જાડેજા સહિત ચાર સામે બોગસ પેઢીમાં ફ્રોડના નાણા જમા કરાવવા મામલે જઘૠની તપાસ
June 03, 2025 02:52 PMઉનાળાની આકરી ગરમીમાં પણ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે કસરત
June 03, 2025 02:51 PMખૂબ મોટી માત્રામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે બનાવ્યુ નાનુ પાઇપ કલ્વર્ટ
June 03, 2025 02:50 PMટ્રકમાં 1095 બોટલ વિદેશી દારૂ મંગાવવાના ગુનાના આરોપીના આગોતરા જામીન મંજૂર
June 03, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech