રાજધાનીમાં સોમવારે લાલકિલ્લા નજીક કારમાં કરવામાં આવેલા વિસ્ફોટથી 12 લોકોના જીવ લેનારા આતંકવાદી અને હુમલાના માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમરના ઘર પર સુરક્ષા એજન્સીઓએ જબરી કાર્યવાહી કરી છે અને તેનું ઘર આઈઈડી વિસ્ફોટ કરીને ઉડાવી દેવામાં આવ્યું છે.
સોમવારે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટથી સમગ્ર શહેર હચમચી ગયું. આ વિસ્ફોટમાં ૧૨ લોકો માર્યા ગયા હતા અને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો રહેવાસી ડૉ. ઉમર આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તે લાંબા સમયથી આ હુમલાનું આયોજન કરી રહ્યો હતો. આ ઘટના બાદ, એજન્સીઓએ દરોડા અને કામગીરી તીવ્ર બનાવી છે. આ કામગીરીના ભાગ રૂપે, આતંકવાદી ઉમરના ઘરને પણઆઈઈડી વડે તોડી પાડવામાં આવ્યું હતું. લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ, તપાસ એજન્સીઓએ દેશભરમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે આતંકવાદી ડૉ. ઉમર આ વિસ્ફોટ પાછળ હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે તેનું જૂથ છેલ્લા બે વર્ષથી આ હુમલાનું આયોજન કરી રહ્યું હતું. પોલીસે ઉમરના પરિવાર સામે પણ કાર્યવાહી કરી હતી, તેના ભાઈ અને માતાની અટકાયત કરી હતી.
પુત્રના કારનામાની માતાને ખબર હતી
તપાસ દરમિયાન, ઉમરની માતાએ જણાવ્યું હતું કે તેણી જાણતી હતી કે તેનો પુત્ર કટ્ટરપંથી વિચારોમાં સામેલ થઈ ગયો છે. તે ઘણા દિવસોથી સંપર્કથી દૂર હતો. વિસ્ફોટના થોડા સમય પહેલા, ઉમરે પરિવારને તેને ફોન ન કરવા કહ્યું હતું. જોકે, પરિવારે ઉમરની શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે પોલીસને અગાઉ જાણ કરી ન હતી.
દિલ્હી વિસ્ફોટની તપાસમાં પુલવામાના રહેવાસી ઉમરનું નામ આવ્યું હતું. તપાસ એજન્સીઓએ પણ પુષ્ટિ કરી હતી કે ઉમર વિસ્ફોટમાં માર્યો ગયો હતો. વ્યવસાયે ડૉક્ટર, ઉમર જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. વિસ્ફોટ પહેલા, પોલીસે ઉમરની ગેંગના ઘણા સભ્યોની ધરપકડ કરી હતી, અને તેમના કબજામાંથી 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.