BREAKING NEWS

ફટાકડા ફોડી ગાયોને ભડકાવી ગોવાળો પાછળ દોડાવી નવા વર્ષની ઉજવણી, સૌરાષ્ટમાં અહીં રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરા, જાણો કારણ

  • October 22, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ભલગામ ગામે 200 વર્ષ ચાલતી જૂની પરંપરા હજી યથવાત છે, નવા વર્ષના દિવસે જૂની પરંપરા મુજબ આખું ગામ સૌ સાથે મળી અને ગાયોને દોડાવવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ વર્ષોથી ચાલતી આવેલી પરંપરામાં ગાયોને દોડાવી અને એના પગમાં પડેલ ધૂળને માથે ચડાવીને આશીર્વાદ લે છે નવા વર્ષની શુભકામના મેળવે છે અને ઘાસનું અને અલગ અલગ પ્રકારનું દાન કરે છે ગામમાં આ રીતે વર્ષોથી જૂની પરંપરા ચાલે છે.



ગાયોના પગની રજને શ્રદ્ધાળુઓ માથે ચઢાવી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષની ઉજવણી કરાઈ છે. પાટડી પંથકમાં ફટાકડા ફોડીને ઉશ્કેરી ગાયને ગોવાળ પાછળ દોડાવાઈ છે. ગ‍ામના ભાગોળે ગાયોની દોડ સ્પર્ધા યોજવામાં આવે છે. ગાયોના પગની રજને શ્રદ્ધાળુઓ માથે ચઢાવી હતી. રજવાડા સમયની આ પરંપરા હજુ પણ યથાવત્ જોવા મળી રહી છે. પાટડી પથંકના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે, રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામના ભાગોળે ગાયોની દોડ હરીફાઈ યોજાઇ હતી.


ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે

એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ભાવીક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application