ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦ની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે જામનગરમાં આવતીકાલે ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં સાંજે ૪ વાગ્યે નિકળશે અને રાત્રે ૯ વાગ્યે પંચેશ્ર્વર ટાવરે પહોંચશે, રસ્તામાં પવનચકકી, હવાઇચોક, દરબારગઢ, શાકમાર્કેટ અને પંચેશ્ર્વર ટાવરે યાત્રા પડાવ કરશે, એવી જ રીતે તા.૧૬ના રોજ ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ન્યુ કોર્ટ પટેલકોલોની ખાતેથી સવારે ૮:૩૦ વાગ્યે યાત્રા નિકળી બપોરે ૧:૩૦ વાગ્યે લાલબંગલા સર્કલ ખાતે પહોંચશે, જેમાં વિકાસ ગૃહ, સાંસદ પૂનમબેન માડમના ઘર પાસે, ગુરૂદ્વારા ચોકડી, ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સંપન્ન થશે. ગઇકાલે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી ઝાલા, આસી.કમિશ્નર મુકેશ વરણવા, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓએ યાત્રાના રૂટનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને આઝાદી સમયે ૫૬૨ દેશી રજવાડાઓનું એકીકરણ કરીને સમગ્ર ભારતની અખંડિતતા અને એકતામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશીના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં અને વિકસિત ભારત ૨૦૪૭ ની પરીકલ્પનાને સાકર કરવાના સંકલ્પ સાથે જામનગર જીલ્લા સ્તરે પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ-પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગ રૂપે જામનગર શહેરના ૭૮ વિધાનસભા મત વિસ્તાર અને ૭૯ વિધાનસભા મત વિસ્તારમાં નીચે દર્શાવ્યા મુજબના રૂટ ઉપર તા.૧૪/૧૧/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ ૭૯ વિધાનસભા વિસ્તારમાં આ એકતા યાત્રા રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી સાંજે ૦૪-૦૦ વાગ્યેથી શરુ થઈને પંચેશ્વર ટાવર ચોક ખાતે વિરામ પામશે.
જયારે જામનગર શહેરના ૭૮ વિધાનસભા મત વિસ્તારમાં તા.૧૬/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ ગાંધીનગર મેઈન રોડ પર આવેલ કોર્ટ કેમ્પસથી સવારે ૦૮-૩૦ વાગ્યેથી શરુ થઇને બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની લાલ બંગલા સર્કલ પાસે આવેલ પ્રતિમા પાસે વિરામ પામશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉક્ત વિગતે બન્ને વિધાનસભા વિસ્તારમાં આયોજિત એકતા યાત્રામાં જામનગર શહેરની ખાનગી તેમજ સરકારી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ, જામનગર શહેરમાં આવેલ અલગ અલગ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ જ્ઞાતિના સામાજિક આગેવાનો અને સભ્યો, વિવિધ એસોસિએશન /મંડળોના સભ્યો, એનસીસી, હોમગાર્ડસ, પોલીસ, જીલ્લા કલેક્ટર કચેરી હસ્તકના તથા જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ-અલગ વિભાગો સહિત જામનગર શહેરના નગરજનોને બહોળી સંખ્યામાં જોડાવવા માટે મેયર વિનોદભાઈ ખીમસુર્યા અને કમિશ્નર ડી.એન.મોદી દ્વારા સર્વેને આથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે, ગઇકાલે હીતેશ પાઠક, નિતીન દીક્ષીત, ઉર્મિલ દેસાઇ, અશોક જોશી, અનિલ ભટ્ટ, અનવર ગજણ સહિતના અધિકારીઓએ આખો ટ ચેક કરીને યાત્રા કેવી રીતે કાઢવાની છે તે અંગે ચર્ચા-વિચારણા કરી હતી.