હવામાન વિભાગની આગાહી મુજબ 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29થી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.
કમોસમી વરસાદની આગાહીને લઈને ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, મગ સહિતના પાકનું વાવેતર કર્યું છે. બીજી તરફ કેરીનો પાક પણ તૈયાર થવા પર છે. ત્યારે કમોસમી વરસાદ પડશે તો કેરી પકવતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છિનવાશે.
29 માર્ચે ક્યાં પડશે વરસાદ
બીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે. જેના પગલે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 29મી માર્ચ બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જો આ સિસ્ટમમ મજબૂત બનશે તો સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના સંકેત છે.
30-31 માર્ચે ક્યાં પડશે વરસાદ
30મી માર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હવામાન બદલાશે. 31મી માર્ચ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલ અને ભરૂચ અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
1 એપ્રિલે ક્યાં પડશે વરસાદ
પહેલી એપ્રિલે અમદાવાદ, આણંદ, ખેડા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભેજમાં વધારો થવાને કારણે, 25મી માર્ચે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાની જર્નાલિસ્ટે વધુ એક વખત વધાર્યું રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ
May 01, 2025 04:56 PMરાજકોટ સિટી બસ સ્ટોપ પરથી નોનવેજ ફૂડની જાહેરાત હટાવી, અર્ધ નગ્ન એડના હોર્ડિંગ્સ પણ હટશે
May 01, 2025 04:49 PMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન ૩૮ ડીગ્રી
May 01, 2025 04:43 PMકેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું
May 01, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech