બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ સામાન્ય રીતે પોતાના અતરંગી લુક્સને લઇને સોશિયલ મિડીયામાં છવાયેલી રહેતી હોય છે. એક્ટ્રેસની અજીબોગરીબ ફેશન સેન્સ હંમેશા વાયરલ થતી હોય છે. જો કે હાલમાં એક્ટ્રેસની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એને કાંટા વાળો ડ્રેસ પહેર્યો છે. આ તસવીરો જોઇને તમે પણ કહેશો કે ઉર્ફીએ આ શું પહેર્યુ છે. આ તસવીરોમાં ઉર્ફી રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. આ આઉટફિટ દેખાવમાં અજીબો પ્રકારનો છે. એક્ટ્રેસ પોતાના આ લુકને લઇને ખૂબ ચર્ચામાં છે.
વાયરલ થઇ રહેલી તસવીરોમાં ઉર્ફી લાલ રંગના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં ઉર્ફીએ શોર્ટ ટોપની સાથે મેચિંગ સ્કર્ટ પહેર્યો છે. નેટ વાળા આ ડ્રેસમાં ઉર્ફીનો સુપર હોટ લુક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસના આ લુકે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આમ, પૈપરાઝીનું પણ ધ્યાન ઉર્ફીના આ ડ્રેસે ખેંચ્યુ હતુ.
ઉર્ફીનો આ ડ્રેસ કોઇ વાઇલ્ડ પ્લાન્ટથી ઓછો લાગી રહ્યો નથી. આ ડ્રેસમાં કાંટા જોવા મળી રહ્યા છે. આ સાથે એક્ટ્રેસે રેડ કલરની કેપ પણ કેરી કરી છે જે એના આઉટફિટની સાથે જોડાયેલી છે. આ સિવાય ઉર્ફીની નેટમાંથી બનેલો આ ડ્રેસ પૂરી જમીનને કવર કરી રહ્યો છે. ઉર્ફીનો આ ડ્રેસ જોઇને મગજ કામ કરતુ બંધ થઇ જાય એવુ છે.
આ ડ્રેસમાં ઉર્ફીએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ગ્લેમ મેકઅપની સાથે સ્ટડ ઇયરરિંગ્સ કેરી કરી છે. આ સાથે વાળમાં ટાઇ કરી છે. એક્ટ્રેસે પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે બ્લેક હીલ પહેરી છે. હંમેશાની જેમ એક્ટ્રેસનો આ અવતાર પણ બાખીની સ્ટાઇલની જેમ જબરજસ્ત લાગી રહ્યો છે.
જો કે આ કોઇ પહેલો મોકો નથી જેમાં ઉર્ફી એના અતરંગી અને યુનિક ડ્રેસિંગ સેન્સને કારણે સોશિયલ મિડીયામાં સેંસેશન બની છે. આ સિવાય એક્ટ્રેસ પોતે પણ સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના જબરજસ્ત ફેન ફોલોઇંગની સાથે પોતાની બોલ્ડ અને ખૂબસુરત ફોટો તેમજ વિડીયો શેર કરતી રહેતી હોય છે. જો કે ઉર્ફીની અનેક તસવીરો એવી છે જેમાં એ ટ્રોલ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech