BREAKING NEWS

જમ્મુમાં મુશળધાર વરસાદના પગલે વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રા સ્થગિત

  • July 24, 2026 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના ઉત્તર અને પૂર્વ ભાગમાં અતિ ભારે વરસાદ અને પૂરના લીધે સ્થિતિ વણસી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં સતત પાંચમા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો. મુશળધાર વરસાદને કારણે, ખીણના ઘણા ભાગોમાં જેલમ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી.આના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. તાવી, ચિનાબ, સંગમ અને લિડર સહિત અન્ય નદીઓ અને નાળાઓ પણ ભયજનક સપાટીથી નજીક અથવા તેનાથી ઉપર વહી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં વરસાદ અને પૂરને કારણે 32 લોકોના મોત થયા છે. પૂંચ અને રાજૌરીમાં ગુમ થયેલા સાત લોકોની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. શ્રી અમરનાથ, વૈષ્ણોદેવી અને શિવખોરી સહિતની મુખ્ય ધાર્મિક યાત્રાઓ મુલતવી રાખવામાં આવી છે.હજારો યાત્રિકો વૈષ્ણો દેવી મંદિર રૂટ પર અને મંદિરમાં ફસાયા છે.જમ્મુ, કઠુઆ, સાંબા, ઉધમપુર, રામબન, બનિહાલ અને અન્ય સ્થળોએ 6,000 થી વધુ યાત્રાળુઓ ફસાયેલા છે.બીજી તરફ શુક્રવારે પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application