માઘ મેળા માટે વારાણસી એક્ષપ્રેસને પ્રયાગ સ્ટેશને સ્ટોપેજ
માઘ મેળા માટે વારાણસી એક્ષપ્રેસને પ્રયાગ સ્ટેશને સ્ટોપેજ
January 06, 2026 10:49 AM
પ્રયાગરાજ ગંગા, યમુના, સરસ્વતી ત્રિવેણી સંગમ ખાતે યોજાતા માઘ મેળાનું સનાતન સમાજમાં ખૂબ જ મહત્વ છે ત્યારે માઘ મેળો-2026ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝનના દર ગુરુવારે ઓખાથી ઉપડતી થતી ગાડી નં. 22969 ઓખા– વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર 2 મિનિટનું અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ ટ્રેનનું પ્રયાગ સ્ટેશન પર રાત્રે 23:23 કલાકે આગમન અને બે મિનિટ હોલ્ટ બાદ 23:25 કલાકે પ્રસ્થાન કરશે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને 20 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.