BREAKING NEWS

અમરાવતીની હોસ્પિટલના શિશુ વોર્ડમાં વેન્ટિલેટર ફાટયું ત્રણ નવજાત ભડથું

  • August 24, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્રના અમરાવતીમાં આવેલી જિલ્લા મહિલા હોસ્પિટલના શિશુ વોર્ડમાં આજે વહેલી સવારે ધડાકા સાથે વેન્ટિલેટર ફાટું હતું અને આગ ભભૂકી હતી જેના પગલે ત્રણ નવજાત શિશુના મોત થયા છે. અહેવાલો અનુસાર,આગ સવારે ૩:૩૦ વાગ્યે લાગી હતી. ફરજ પરના ડોકટરો, નર્સેા અને સ્ટાફની તાત્કાલિક કાર્યવાહીથી અનેક બાળકોના જીવ બચી ગયા. આગને કારણે હોસ્પિટલમાં ગભરાટ ફેલાયો હતો. અકસ્માત બાદ, છ નવજાત શિશુને તાત્કાલિક સારવાર માટે સુપર–સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આગ અને ધુમાડાના પગલે હોસ્પીટલમાં અફરા તફરી સર્જાઈ હતી.જિલ્લા મહિલા હોસ્પિટલના ત્રીજા માળે આવેલા નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સવારે લગભગ ૩:૩૦ વાગ્યે અચાનક વેન્ટિલેટર ફાટું હતું. જોકે, હોસ્પિટલ સ્ટાફ અનેક નવજાત શિશુઓના જીવ બચાવવામાં સફળ રહ્યો.આ હોસ્પિટલમાં કુલ ૩૯ નવજાત શિશુ રાખવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે ૩૯ નવજાત શિશુને વોર્ડમાં દાખલ હતા. આગ ફાટી નીકળ્યા પછી, તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આમાંથી છ બાળકોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ હોબાળો મચાવ્યો છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ પર પ્રશ્નો ઉભા કર્યા છે.આ ઘટના અંગે લોકોમાં ગુસ્સો અને આક્રોશનો માહોલ છે. શું ફાટેલું વેન્ટિલેટર જૂનું હતું? શું તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી? આવા ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હોસ્પિટલ વિસ્તારથી ફાયર બ્રિગેડ ઓફિસ કેટલી દૂર છે? આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડને પહોંચવામાં કેટલો સમય લાગ્યો? આ બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ડીસીપી અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અહીં ૧૦–૧૫ દિવસના શિશુઓની સારવાર કરવામાં આવી રહી હતી. આ ખરેખર હૃદયદ્રાવક ઘટના છે. અગાઉ, એનઆઈસીયુમાં આગ લાગવાથી ઘણા બાળકોએ જીવ ગુમાવ્યા છે. જે હોસ્પિટલમાં આગ લાગી હતી તેનું ઉધ્ઘાટન સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્રારા કરવામાં આવ્યું હતું. નવી હોસ્પિટલમાં આવી દુર્ઘટના ગંભીર બાબત છે. આ અકસ્માતની તપાસ જરી છે.જિલ્લાના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ ઘટનાની નોંધ લીધી છે. બાવનકુલેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર મૃતક બાળકોના પરિવારો સાથે ઉભી છે અને સરકાર અને વહીવટીતત્રં શકય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. બાવનકુલે પણ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application