આગામી તહેવારો અને શિયાળાની ઋતુ પ્રવાસ–યાત્રિકોને પહોંચી વળવા એક મહિના પુરતી ટ્રાયલ બેઇઝ શરૂ કરાયેલી વેરાવળ–હરિદ્રાર ટ્રેનને ઓકટોબર–નવેમ્બર સુધી વધારવામાં આવી છે. રેલવે સલાહકાર સમિતિના મુકેશ ચોલેરા તથા અનિષ રાચ્છના જણાવ્યા અનુસાર હવેથી દર મંગળવારે તા.૨૦ ઓકટોબર ૨૬થી તા.૨૪ નવેમ્બર સુધી આ ટ્રેન છ ફેરા સાથે દોડશે. જયારે હરિદ્રારથી વેરાવળ દર બુધવારે તા.૨૧ ઓકટોબરથી તા.૨૫ નવેમ્બર ૨૦૨૬ સુધી છ ફેરા સાથો દોડશે. આ ટ્રાયલ બેઇઝ ટ્રેન ફત્પલ જતી હતી, એટલું જ નહીં જેમાં પ્રસિધ્ધ યાત્રાધામો ઠાકુરશ્યામ, અજમેર અને હરિદ્રાર સાંકળી લેવામાં આવેલ હતાં. વેસ્ટર્ન રેલવેના આ નિર્ણયને વેરાવળ રેલવે સલાહકાર સમિતિએ આવકારી આધાર વ્યકત કર્યેા છે