દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયામન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. 89 વર્ષીય એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલાં તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એવામાં 11 નવેમ્બરે તેમના મૃત્યુની ખોટી અફવાઓ વ્યાપકપણે ફેલાઈ હતી, જેના કારણે તેમનાં પત્ની અને એક્ટ્રેસ હેમા માલિની અને દીકરી ઈશા દેઓલે નિવેદનો આપીને પુષ્ટિ કરી હતી કે તેઓ જીવિત છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.
એશા દેઓલ ચહેરો ઢાંકીને ગમગીન જોવા મળી
ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર મળતાં જ તેમનો આખો પરિવાર ઘરે દોડી ગયો. આ દરમિયાન, એશા દેઓલ તેના પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખી દેખાતી હતી. તેણે સફેદ દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો.
ધર્મેન્દ્રનો ફિલ્મફેર ટેલેન્ટ હન્ટ જીત્યા પછી ફિલ્મોમાં પ્રવેશ થયો
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રનો જન્મ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ પંજાબના નસરાલીમાં થયો હતો. તેમણે ૧૯૫૮માં ફિલ્મફેર ટેલેન્ટ હન્ટ જીત્યા પછી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ૧૯૬૦માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકા દરમિયાન, તેઓ રોમેન્ટિક અને એક્શન બંને ભૂમિકાઓમાં મુખ્ય સ્ટાર બન્યા, અને પછીથી તેઓ "બોલિવૂડના હી મેન" તરીકે જાણીતા બન્યા.
પૌત્ર કરણ દેઓલ ખૂબ જ ઉદાસ દેખાયો
ધર્મેન્દ્રનું અવસાન થયું છે, અને તેમનો આખો પરિવાર ઘરે પહોંચી ગયો છે. આ દરમિયાન, ઘરની બહારથી સ્વર્ગસ્થ અભિનેતાના પૌત્ર કરણ દેઓલનો એક ફોટો સામે આવ્યો છે, જે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો છે.
હેમા માલિની સફેદ સાડીમાં જોવા મળી
ધર્મેન્દ્રના મૃત્યુથી બોલિવૂડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અભિનેતાના ઘરે અનેક સેલિબ્રિટીઝ પહોંચી રહ્યા છે. હેમા માલિની પણ સફેદ સાડીમાં જોવા મળી હતી.