BREAKING NEWS

વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર્રના ઉદ્યોગો આંતરરાષ્ટ્ર્રીય સ્તરે પહોંચશે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

  • January 12, 2026 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની મારવાડી કોલેજમાં આયોજિત આઇબ્રન્ટ સમિટમાં કેન્દ્રીય વાણિય અને ઉધોગ મંત્રી પીયૂષ ગોયલએ આજે મુલાકાત કરી હતી. જેમાં તેમણે વાઇબ્રન્ટ સમિટ અને ભારતની વિકસતી અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી. સાથે જ ભારત ૨૦૪૭ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર્ર તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યેા હતો.


વધુમાં વધુ નવા આઈડિયા પણ આવશે

મારવાડી કોલેજ ખાતે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ જણાવે છે કે, આ સમીટમાં ભાગ લઈને મને ખૂબ આનદં થયો છે. વાઇબ્રન્ટનો નવતર પ્રયોગ પીએમ નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ થયો છે. આ સમિટથી બહારનું રોકાણ અહી આવશે અને સૌરાષ્ટ્ર્ર આર્થિક રીતે વધુ મજબૂત બનશે. સાથોસાથ સમગ્ર સૌરાષ્ટ્ર્ર કચ્છનું ઔધોગિકરણ અપન થશે. તેમજ એમએસએમઇ ક્ષેત્રની પહેચાન આંતરરાષ્ટ્ર્રીય સ્તરે પહોંચશે. વધુમાં વધુ નવા આઈડિયા પણ આવશે. 


આ સાથે જ સૌરાષ્ટ્ર્રના લોકોને વધુ રોજગાર મળશે

આ સાથે જ સૌરાષ્ટ્ર્રના લોકોને વધુ રોજગાર મળશે અને સૌરાષ્ટ્ર્ર વધુ વિકસિત બનશે. સાથે જ ખેડૂતોનું ઉત્પાદન વિદેશ જશે અને નવી ફેકતરીઓ પણ આવશે. જેથી આત્મનિર્ભરતા વધારો થશે અને ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે. હાલમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની છે. આવનારા સમયમાં ૨૦૪૭ સુધીમાં સૌના સહિયારા પ્રયાસથી ભારત એક વિકસિત રાષ્ટ્ર્ર બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યેા હતો. સોમનાથ ઉત્સવને લઈને પીએમ નરેન્દ્રભાઇ મોદીનો સાધુવાદ વ્યકત કર્યેા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application