BREAKING NEWS

મારવાડી યુનિ.માં ૧૫મી સુધી લોકો માટે ખુલ્લું રહેશે વાઇબ્રન્ટ એક્ઝિબિશન, રોજ સાંજે 5:30 વાગ્યે લકી ડ્રો

  • January 12, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું છે.કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, એમએસએમઇ એકમો, શિક્ષણવિદો, કારીગરો, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સની ભાગીદારી સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત આ એક્ઝિબિશન ૧૨ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન નાગરિકો માટે મુલાકાત અર્થે ખુલ્લું રહેશે.


૨૬,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ પ્રદર્શનમાં ૪૦૦થી વધુ પ્રદર્શકો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓ અને નવીનતાઓ રજૂ કરવામાં આવી રહી છે. કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ, મત્સ્યઉદ્યોગ, સંરક્ષણ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો ઉપરાંત ટોરેન્ટ પાવર લિમિટેડ, કોસોલ, અદાણી ગ્રીન, એસ્સાર ગ્રુપ, નાયરા એનર્જી, જ્યોતિ સીએનસી સહિતના અગ્રણી કોર્પોરેટ્સના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


છ થીમેટિક ડોમમાં ગુજરાતના વિકાસની ઝલક જોવા મળશે જેમાં ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ,ક્રાફ્ટ્સ વિલેજ અને એમએસએમઇ પેવેલિયન, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ પેવેલિયન, પબ્લિક સેક્ટર પાવરહાઉસનો સમાવેશ થાય છે. દરેક ડોમમાં પોપ-અપ સ્ટેજ દ્વારા નવા ઉત્પાદનોનું લોન્ચિંગ, ટેકનોલોજી ડેમો તેમજ મુલાકાતીઓ સાથે સીધો સંવાદ શક્ય બને તેવું આયોજન કરવામાં આવ્યું છે.


મુલાકાતીઓ માટે ૧૨ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે ૫:૩૦ કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, ૪૨ ઇંચ એલઇડી ટીવી, રેફ્રિજરેટર, સ્માર્ટફોન, ગિફ્ટ વાઉચર્સ અને ગિફ્ટ હેમ્પર્સ જેવા આકર્ષક ઇનામો આપવામાં આવશે.એક્ઝિબિશન સ્થળે વિવિધ સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશના લોકનૃત્યો દ્વારા ગુજરાતની સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાનું મનમોહક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News