BREAKING NEWS

ધાણીફૂટ ફાયરિંગથી લાશોના ઢગલા, જીવ બચાવવા લોકો ટેબલ નીચે છૂપાયા, બીચ પર નાસભાગ

  • December 14, 2025 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલ પ્રખ્યાત બોન્ડી બીચ ગોળીબારના અવાજથી ધ્રૂજી ઉઠ્યો હતો, જ્યારે યહૂદી સમાજના લોકો હનુક્કાહ (ચાનુક્કાહ) ઉજવણીમાં ભાગ લઈ રહ્યા હતા. બીચ પર એકઠા થયેલા હજારો લોકો સાથે અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. થોડી જ ક્ષણોમાં બીચ પર લાશોના ઢગલા થઈ ગયા અને લોકો જીવ બચાવવા  માટે ટેબલ નીચે છૂપાવા લાગ્યા હતા. બીચ પર નાસભાગ મચી ગઈ હતી. 


પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, આ ધાણીફૂટ ફાયરિંગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે બે ગોળીબાર કરનારાઓની ધરપકડ કરી છે. હનુક્કાહ કાર્યક્રમ દરમિયાન ગોળીબારનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં સમગ્ર ઘટનાની ભયાનક તસવીર સામે આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમાં પોલીસની પ્રારંભિક કાર્યવાહી પહેલાની મુખ્ય ક્ષણો કેદ કરવામાં આવી હોવાનું કહેવાય છે. 


એક યુવકે બહાદુરી બતાવી

વીડિયોમાં કાળા ટી-શર્ટ પહેરેલો એક શૂટર હાથમાં બંદૂક સાથે કેટલાક વાહનો પાસે ઊભો રહીને ખુલ્લેઆમ ગોળીબાર કરી રહ્યો છે. તેની આસપાસ ગભરાટ ફેલાયેલો છે, લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. બીજી જ ક્ષણે, વીડિયોમાં સફેદ ટી-શર્ટ પહેરેલો એક માણસ અચાનક શૂટર તરફ દોડતો દેખાય છે.


ગોળીબાર કરનારનું ધ્યાન ભટકાતાની સાથે જ, તે વ્યક્તિ પાછળથી તેના પર હુમલો કરે છે અને તેને કબજે કરવાનો પ્રયાસ કરે છે. થોડીક સેકન્ડો માટે ઝપાઝપી થાય છે, અને તે વ્યક્તિ ગોળીબાર કરનાર પાસેથી બંદૂક છીનવી લેવામાં સફળ થાય છે. પછી તે ગોળીબાર કરનાર પર તાકી દે છે, જેનાથી તે પીછેહઠ કરવા મજબૂર થાય છે. જોકે, તેનો સાથી પછી બીજી બાજુથી ગોળીબાર કરે છે.


આ કાર્યક્રમમાં આશરે 2,000 લોકો હાજર હતા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ યહૂદી સંગઠન ચાબાડ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં આશરે 2,000 લોકો મીણબત્તી પ્રગટાવવા અને ધાર્મિક વિધિઓ માટે ભેગા થયા હતા. લગભગ 6:45 વાગ્યે (સ્થાનિક સમય), બે સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક ભીડ પર ગોળીબાર કર્યો. ગોળીબારના અવાજથી બીચ પર ગભરાટ ફેલાયો હતો, જેના કારણે સેંકડો લોકો સલામત સ્થળે ભાગી ગયા હતા.


ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે બોન્ડી બીચ પરના દ્રશ્યો આઘાતજનક અને દુઃખદ હતા. તેમણે જણાવ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશનર અને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. વડા પ્રધાને જણાવ્યું કે પ્રાથમિકતા ઘાયલોના જીવ બચાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News