BREAKING NEWS

કોડીનારના ડોળાસામાં વેપારી ઉપર હત્પમલાના વિરોધમાં આજે ગામ બંધ

  • February 13, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વેપારી પરના હત્પમલાના વિરોધમાં આજેે ડોળાસાના તમામ વેપારીઓ દુકાનો બધં રાખીને સવારે સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી આવેદન પત્ર સુપરત કયુ હતું.
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે એક વેપારી ઉપર ઉનાના કેટલાક માથાભારે ઈસમોએ જીવલેણ હત્પમલો કર્યાની ઘટનાના ડોળાસા ગામ કોડીનાર તાલુકો અને ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડા છે. આ બનાવના વિરોધમાં આજે ડોળાસા ગામના વેપારીઓ ધંધા રોજગાર બધં રાખી રેલી કાઢી મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન જશે યાં જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી.
ડોળાસા ગામના હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી (ઉંમર ૪૫) ઉપર તા.૧૦ની રાત્રીના સાડા બાર વાગ્યે ઉનાના ચાર માથાભારે ઈસમોએ નિલય રામભાઇ વાળા અને તેના સાગરીતોએ જીવલેણ હત્પમલો કરતા તેઓ લોહી લુહાણ હાલતમાં કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના ની જાણ ડોળાસા ગામના વેપારીઓ , ગામના લોકો અને સમસ્ત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના લોકોને થતાં વાતાવરણ તગં બન્યું છે.એક નિર્દેાષ વેપારી ઉપર બેરહેમીથી હત્પમલો કરવામાં આવતા લોકોમાં ભારે રોષ છવાયો છે. તા.૧૩ના રોજ ડોળાસા ગામના તમામ વેપારીઓ બધં પાળી રેલીમાં જોડાઈ આ ઘટનાના આરોપીઓ સામે કડક પગલાં લેવા રજૂઆત કરશે...કોડીનાર પોલીસ તુરત કાર્યવાહી કરી આરોપીઓ સામે પગલાં લે તેવી માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News