વાંકાનેરના ૧૩ વર્ષિય બાળકનું મહેસાણામાં ફૂટબોલ રમતાં મોત
વાંકાનેરના ૧૩ વર્ષિય બાળકનું મહેસાણામાં ફૂટબોલ રમતાં મોત
November 26, 2025 11:10 AM
દિનપ્રતિદિન નાની ઉંમરમાં જ હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાંકાનેરના કણસાગરા (પ્રજાપતિ) પરિવારના ૧૩ વર્ષીય પુત્રનું મહેસાણા ખાતે ફટબોલ રમતી વેળાએ હાર્ટ એટેકથી મોત થયું છે. બનાવને પગલે પરિવાર પર આફતોનો આભ તૂટી પડો છે. બનાવની પ્રા વિગતો મુજબ વાંકાનેર ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિના પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરાના ૧૩ વર્ષીય પુત્ર જૈમીલ કણસાગરા જે સ્ટેટ લેવલ ફટબોલ પ્લેયર હતો. જેને પરિવાર દ્રારા ઉચ્ચ અભ્યાસ અને ફટબોલ તાલીમ માટે મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઈંગ્લિશ સ્કૂલમાં ધો.૮માં દાખલ કરવામાં આવ્યો હોય, જેમાં ગઇકાલ સાંજે જૈમીલ શાળામાં તેના સહવિધાર્થીઓ સાથે ફટબોલ રમી રહ્યો હોય, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવતાં જૈમીલ મેદાન પર જ ઢળી પડો હતો જેથી શાળા સંચાલકો દ્રારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોય, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું અવસાન થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે...