ભારતીય જનતા પાર્ટીની એક વ્યક્તિ એક પદની ફોર્મ્યુલાનો સંગઠન સંરચનાની જેમ જ રાજકોટ મહાનગરપાલિકાની સંભવત: ડિસેમ્બર- ૨૦૨૫માં યોજાનારી ચુંટણીમાં પણ કરવામાં આવનાર છે, ચૂંટણી લડવા માટે ટિકિટ મેળવવા ઇચ્છુક હોય અથવા તો હાલ કોર્પોરેટર હોય અને આગામી ટર્મમાં પણ ટિકિટ મેળવવાની ઇચ્છા ધરાવતા હોય તેવા દાવેદારો જો રાજકોટ શહેર ભાજપ સંગઠનના નવા સંગઠન માળખામાં કોઇ હોદા માટે માંગણી કે દાવેદારી કરશે તો તેમને આગામી ચૂંટણીમાં તેમને ટિકિટમાંથી હાથ ધોવા પડશે તે નક્કી છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિયુક્તિ થયા બાદ હવે આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી, એક કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સહિત કુલ ૨૧ જેટલા નવા હોદ્દેદારોની નિયુક્તિ આગામી દિવસોમાં થનાર છે ત્યારે આમાંથી કોઇ પદ મેળવવા ઇચ્છતા કોઇ પણ કોર્પોરેટર કે કોર્પોરેટરના પતિદેવ (એક પરિવાર એક પદ મુજબ) સંગઠન માળખામાં પદ મેળવવા જશે તો મહાપાલિકાની આવતી ચૂંટણીમાં ટિકિટ મળશે નહીં તે નક્કી છે. જો કે શહેર સંગઠન માળખાનો વિષય હજુ ધ્યાન ઉપર લેવાયો નથી હાલ તો વોર્ડ માળખું અને વોર્ડ મહામંત્રીઓની નિમણુંકની પ્રક્રિયા ચાલી રહી છે.
બીજી બાજુ પ્રદેશ ભાજપ દ્વારા આગામી દિવસોમાં તા.૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધીમાં પરિપત્રિત આદેશથી એટલા કાર્યક્રમોનું લિસ્ટ મોકલાયું છે કે હાલ તો રાજકોટ કમલમમાં સૌ કોઇ કાર્યક્રમોની તૈયારીમાં જ વ્યસ્ત બની ગયા છે.
હાલ સુધી જેમને ક્યારેય ક્યાંય જ તક મળી નથી તેવા અનેક કાર્યકરો અને આગેવાનો તેમનો ક્યાંકને ક્યાંક સમાવેશ કરાશે તેવી આશા સાથે વોર્ડ અને શહેર કારોબારી જાહેર થવાની રાહ જોઇને બેઠા છે
વોર્ડની કારોબારી ૬૧ની તેમાં ૨૦ મહિલા
રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૧૮ વોર્ડમાં હાલ ભાજપની વોર્ડ કારોબારીની રચનાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, વોર્ડની કારોબારીમાં કુલ ૬૧ સભ્યો રહેશે જેમાં ૨૦ મહિલાઓ હશે. ખાસ કરીને તમામ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જનો તેમાં અચુક સમાવેશ કરવાનો રહેશે તેમજ સોશ્યલ એન્જીનિયરિંગ અનુસાર જ્ઞાતિ બેલેન્સ જળવાય તેની તકેદારી લેવાની રહેશે. મહત્તમ આગામી ૧૦ દિવસમાં વોર્ડ કારોબારીનું લિસ્ટ કમલમ પહોંચાડી આપવા સુચના અપાઇ છે.
શહેર ભાજપની જમ્બો કારોબારી બનશે
રાજકોટ શહેર ભાજપની નવી કારોબારી રચાવાની બે વર્ષથી રાહ જોવાઇ રહી છે ત્યારે હવે શહેર ભાજપનું નવું સંગઠન માળખું રચવાની સાથે જ કારોબારીની રચનાની તૈયારી ચાલી રહી છે, સાંભવત: આ વર્ષે જમ્બો કારોબારી બનશે તેવી ચર્ચા છે. ખાસ કરીને સંગઠન પાંખ કે અન્ય સત્તા પાંખમાં પદ માટે દાવેદારીની રેસમાં રહેલાઓ પણ કારોબારીમાં સમાવિષ્ટ થવાની મીટ માંડીને બેઠા છે ત્યારે જૂથવાદ ભડકે તો નવાઇ રહેશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech