BREAKING NEWS

યુદ્ધ અંત તરફ: અમેરિકા–ઈરાન વચ્ચે શાંતિ કરારની આશા વધી

  • June 13, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક મોટી સફળતાના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે બંને પક્ષો કરાર સુધી પહોંચવાની પહેલા કરતાં વધુ નજીક છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર અરાઘચીની પોસ્ટ ફરીથી શેર કરી છે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે યારે કરારની આશા વધી રહી હોય તેવું લાગે છે.
સોદાનો ઉલ્લેખ કરતા, અરાઘચીએ લખ્યું કે ઈસ્લામાબાદ સમજૂતી કરાર પહેલા કરતાં વધુ ફળદાયી થવાની નજીક છે. યુએસ પ્રમુખે આ પોસ્ટ ફરીથી શેર કરી, જે સૂચવે છે કે કરાર અંગે વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
અરાઘચીનું નિવેદન ટ્રમ્પની ટિપ્પણી બાદ આવ્યું છે કે ઈરાન સાથેના સંઘર્ષનો ઉકેલ મળી ગયો છે, સોદા પર હસ્તાક્ષર થાય તે પહેલાં માત્ર થોડા પ્રક્રિયાગત પગલાં બાકી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે દસ્તાવેજોને ફકત અંતિમ સ્વપ આપવાની જર છે, આ ઈસ્લામાબાદ સમજૂતી કરાર પહેલા કરતાં વધુ ફળદાયી થવાની નજીક: ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર અરાઘચીની પોસ્ટ ફરીથી શેર કરીકરારના મહત્વપૂર્ણ મુદ્દા
૧. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે
૨. અમેરિકા પ્રતિબંધો હળવા કરશે
૩. ૬૦ દિવસનો યુદ્ધવિરામ લંબાવવામાં આવશે
૪. ઈરાન પરમાણુ જવાબદારીઓનું પાલન કરશે
૫. ઈરાનમાંથી યુએસ સૈનિકો પાછા ખેંચવા
પ્રક્રિયા આગામી થોડા દિવસોમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
અરઘચીએ મીડિયા સંગઠનો અને નિષ્ણાતોને વાટાઘાટો પૂર્ણ ન થાય ત્યાં સુધી કરાર વિશે અનુમાન લગાવવાનું ટાળવા વિનંતી પણ કરી. ઈરાની વિદેશ મંત્રીએ વચન આપ્યું હતું કે પ્રક્રિયા પૂર્ણ થયા પછી બધી વિગતો જાહેર કરવામાં આવશે. દરમિયાન, ઈરાની મીડિયાએ પ્રસ્તાવિત ૧૪–મુદ્દાના કરારની વિગતો પ્રકાશિત કરી. ટ્રમ્પે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી, મીડિયા પર ખોટી રજૂઆતનો આરોપ મૂકયો; ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે અહેવાલિત વિગતોનો લેખિતમાં સંમત થયેલી શરતો સાથે કોઈ સંબધં નથી.ઈરાન હોર્મુઝ માટે સેવા ફી વસૂલશે
અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો દબદબો અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવી એ ચાલુ વાટાઘાટોનો એક ભાગ છે. આંતરરાષ્ટ્ર્રીય કાયદા હેઠળ ટ્રાન્ઝિટ ટોલ લાદવો શકય નથી, પરંતુ ઈરાન સેવા ફી વસૂલ કરી રહ્યું છે.જશ ખાટવા માટે પાકિસ્તાન પણ કૂધું
મધ્યસ્થીનો જશ ખાટવા માટે પાકિસ્તાને પણ ઝંપલાવ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું છે કે અમેરિકા–ઈરાન શાંતિ કરાર પર સર્વસંમતિ થઈ ગઈ છે. પાકિસ્તાન હવે મધ્યસ્થી તરીકે પોતાની ક્ષમતામાં આગળના પગલાં પર કામ કરી રહ્યું છે. એવા લોકો છે જે આ કરારને પાટા પરથી ઉતારવા માંગે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોમાં પાકિસ્તાન એક મુખ્ય મધ્યસ્થી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application