મુરલીધર-5 માં પાણીના કનેકશનની માંગ: હર ઘર જલ યોજના ખાલી ચોપડા પુરતી જ...
જામનગરના દરેડ ગામમાં હાલ લોકોના પીવા લાયક પાણી માટે પ્રશ્ર્નો ઉભા થઇ રહ્યા છે, દરેડ ગામમાં હાલ અમુક જગ્યાએ પાણી મળતું નથી, અમુક જગ્યા એ તો હજુ નળ કનેકશન જ નહિં આવ્યા, તો અમુક વિસ્તારમાં માત્ર 20 થી 25 મીનીટ જ પાણી આવે છે, તેવી કેટલી તકલીફો હાલ દરેડ ગામની પ્રજા ભોગવી રહી છે.
દરેડના મુરલીધર-5 વિસ્તારમાં આજકાલની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે તે વિસ્તારમાં હાલ પીવાના પાણીના નળનું કનેકશન આવ્યું જ નહિં, મુરલીધર-5 વિસ્તારમાં લગભગ 100 થી 150 માણસો વસવાટ કરે છે અને લગભગ અહિં લોકો એક થી દોઢ વર્ષથી વસવાટ કરી રહ્યા છે, ત્યાંના લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં હજુ સુધી પીવાના પાણીની લાઇન જ નહિં નાખવામાં આવી અને ભુગર્ભ ગટરની પણ સુવિધા નહિં કરવામાં આવી.
દરેડ ગામના મુરલીધર-5માં રહેતા ભરતભાઇ ગોગનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે અમે લોકો લગભગ એક થી દોઢ વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ અમે લોકોએ પાણીની લાઇન માટે સરપંચને છેલ્લા 6 થી 8 મહિનામાં ત્રણ થી ચાર વાર અરજી કરવામાં આવી છે પરંતુ અમારા ગામના સરપંચ વિનુભાઇ તાળા છે, અમે લોકોએ વિનુભાઇને પાણીની લાઇન માટે અને ગટરની સુવિધા માટે ફોન દ્વારા અને બ મળીને ચાર થી પાંચવાર અરજી કરેલ છે, હાલ અમારે પીવાના પાણી, ન્હાવા માટે કે પછી ઘર વપરાશ માટે પાણી વહેંચાતુ લેવું પડે છે, અમે લોકો મજુરી કામ કરીએ, એક પાણીનો ટાંકો લગભગ 350 થી 400 પીયાનો આવે, તેવા અમને દર મહિને 9 થી 10 ટાંકા જોઇએ છે, તો દર મહિને સાડા ત્રણ થી ચાર હજાર પીયા માત્ર પાણીમાં જ વેડફાઇ જાય છે.
દરેડ મુરલીધર-5માં રહેતા લોકો દ્વારા પીવાના પાણી માટેની સુવિધા નથી, તેના માટેનો રોષ જોવા મળી રહે છે, સરકારને માત્ર પીવાના પાણીની લાઇન તથા ભુગર્ભ ગટરની વ્યવસ્થાની માંગ પ્રજા દ્વારા કરવામાં આવી રહી છે.
આમ જોવા જઇએ તો સરકાર દ્વારા ‘નલ સે જલ’ ‘હર ઘર જલ’ની યોજના વર્ષ 2022-23માં શ કરવામાં આવી હતી, લગભગ બે વર્ષ પછી પણ જામનગરના અમુક વિસ્તારમાં હજુ સુધી પાણીની લાઇન પણ નાખવામાં આવી નથી, લોકો પાણી માંગ તો પછી કરે પણ હજુ સુધી પાણીની લાઇન જ નથી આવી તેનું શું? નલ સે જલ, હર ઘર જલની યોજના ખાલી કાગળોમાં કે પછી ચોપડામાં દેખાડવા માટેની છે કે શું? હાલ દરેડ ગામની સ્થિતી જોઇને એવું જ લાગી રહ્યું છે કે આવી યોજનાઓ માત્ર ન્યુઝપેપર, ટીવી કે પછી સોશીયલ મીડીયાના માઘ્યમથી દેખાડી પછી ભુલી જવામાં આવે છે, ત્યારે દરેડ ગામના કેટલાક વિસ્તારમાં પાણીની સુવિધા જ નથી, દરેડ ગામના લોકો દ્વારા સરકારને પીવા લાયક પાણીની અને પાણીની લાઇનની માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનનું અર્થતંત્ર સંકટમાં: ફેક્ટરીઓમાં સન્નાટો, બેરોજગારી વધી
May 03, 2025 02:04 PMજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech