ધોરીવાવ નેશ વિસ્તારમાં ચોમાસાના આરંભે પાણીની સમસ્યા ગંભીર બની

  • June 17, 2025 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસુ શ‚ થઇ ચૂકયુ છે ત્યારે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં આવેલા ધોરીવાવ નેશ ખાતે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે.તેથી તે અંગે તંત્રને આવેદન પાઠવાયુ છે.
રાણાવાવ તાલુકા પંચાયતના સદસ્ય સાતવીરડાનેશ ખાતે રહેતા કડવીબેન ભદુભાઇ ગુરગુટીયા, ભદુભાઇ પુંજાભાઇ ગુરગુટીયા, પુંજાભાઇ પાલાભાઇ, અજાભાઇ માંડાભાઇ સહિત અન્ય માલધારી આગેવાનોએ વનવિભાગ અને જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યુ હતુ કે ધોરીવાવ નેશે માલધારીના કુળદેવીનો મઢ આવેલો છે. ત્યાં એક કુવો આવેલ છે તે કુવામાં સોલાર મોટર આવેલી હતી. જે ફોરસ્ટ વિભાગે હટાવી લીધેલ છે. તેથી ત્યાંના પશુ પક્ષીઓનો અવેડો ખાલી રહેવાથી અભ્યારણ્યના પ્રાણીઓને પાણી પીવામાં મુશ્કેલી આવે છે અને માલધારીના કુળદેવીના મઢે દર બીજે ૧૫૦ થી ૨૦૦ માણસોને પીવાના પાણીની મુશ્કેલી આવે છે અને ત્યાં એક હેડપંપ (ડંકી) લાગેલ છે. તેમાં પાણી ખારુ છે. પીવાલાયક પાણી નથી જેથી કુવામાં સોલાર મોટર ઉતારવાની જ‚રિયાત જણાય છે. વારંવાર માલધારીઓની મૌખિક રજૂઆત આવેલ છે. તેથી તાત્કાલિક ધોરણે પગલા લેવા  માંગણી છે અને વહેલીતકે આ સમસ્યાનો નિવેડો આવે તે ઇચ્છનીય છે તેમ પત્રના અંતે ઉમેર્યુ હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News