BREAKING NEWS

જામનગરવાસીઓએ મતદાર યાદી સુધારણા માટે ટીમ આવે ત્યારે શું આપવાનું રહેશે

  • November 05, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ખાસ સઘન મતદાર સુધારણા (એસઆઇઆર)ની મતદાર યાદીની ચકાસણીનો કાર્યક્રમ શરૂ થઇ ચૂકયો છે, તા.૪ ડીસેમ્બર સુધીમાં બીએલઓ તમારા ઘરે આવીને ફોર્મ આપી અને અઠવાડીયામાં ફોર્મ પરત લઇ જશે, સંબંધીત વિગતો માટે બીએલઓનો સંપર્ક કરવાનો રહેશે, ડેટા બેઝ સાથે માહિતી અગાઉની મેળ ખાતી ન હોય તો કેટેગરી મુજબના દસ્તાવેજો આપવાના રહેશે.


જાણવા મળતી માહિતી મુજબ (૧) ૩૮ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય અને ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ હોય તો તેઓએ કોઇપણ જાતના પુરાવા આપવાની જરૂર નથી. (૨) ૩૮ વર્ષ કે તેથી વધુ જો મતદાર યાદીમાં નામ ન હોય તેઓએ ૧૧ પૈકી એક આધાર પુરાવો આપવાનો રહેશે. (૩) ઉ.વ.૩૮ કે તેથી ઓછી હોય તો મતદારના માતા-પિતાનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં હોય તેઓએ ૧૧માંથી ૧ પુરાવો આપવાનો રહેશે. (૪) ૨૨ વર્ષ કે તેથી વધુ ઉંમર ઓછી હોય અને મતદારના માતા-પિતાનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં હોય તેઓએ કોઇપણ એક પુરાવો આપવો પડશે. (૫) ૨૨ વર્ષ કે તેથી ઉંમર ઓછી હોય મતદારના માતા-પિતાનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં ન હોય તેઓએ મતદાર યાદીનો પોતાનો પુરાવો, માતાનો પુરાવો અને પિતાનો પુરાવો આપવાનો રહેશે. 


આ ઉપરાંત ભારતમાં ૧-૭-૧૯૮૭ પહેલા જન્મયા હોય તેઓએ જન્મ તારીખનો દાખલો અથવા જન્મ સ્થળ સ્થાપીત કરતો દસ્તાવેજ આપવો, ભારતમાં ૧-૭-૧૯૮૭ અને ૨-૧૨-૨૦૨૪ વચ્ચે જન્મયા હોય તેઓએ જન્મ તારીખનો દાખલો, જન્મ સ્થળ સ્થાપીત દસ્તાવેજ, પિતા કે માતા માટે નીચે આપેલી જન્મ તારીખ અને જન્મ સ્થળનો દસ્તાવેજ આપવો પડશે. માતા-પિતામાંથી કોઇ ભારતીય ન હોય તો તમારા જન્મ સમયેનો માન્ય પાસપોર્ટ અને વિઝાની નકલ, જો ભારતની બહાર જન્મયા હોય તો વિદેશમાં ભારતીય મીશન દ્વારા જારી કરાયેલા જન્મ નોંધણીનો પુરાવો આપવાનો રહેેશે. 


બીએલઓ તમારા ઘરે આવે અને જો તમને ફોર્મ ભરતા ન આવડે તો તેઓ ફોર્મ ભરી આપશે અને બીએલઓ જે દસ્તાવેજ માંગે તો તેમાંથી એક અથવા બે દસ્તાવેજ તમારે આપવાના રહેશે તેમજ જરૂરી વિગત પણ સુધારણા એસઆઇઆરની મતદાર યાદીમાં રાખવા માટે અને ફોટા બદલાવવા માટે પણ સુવિધા રહેશે. શહેરમાં જયારે બીએલઓ તમારા ઘેર આવે ત્યારે જો તમને ફોર્મ ભરવામાં ગુંચવણ થાય તો તેઓ હેલ્પ કરશે, લોકોએ પણ આ અંગે સહકાર આપવા જણાવ્યું છે. ​​​​​​​


કયાં-કયાં દસ્તાવેજ બીએલઓેને આપવાના રહેશે

૧) કોઇપણ કેન્દ્ર, રાજય, પીએસયુના નિયમીત કર્મચારી, પેન્શનરને જારી કરાયેલા કોઇપણ ઓળખ કાર્ડ, પેન્શન ચુકવણી ઓર્ડર
૨) તા.૧-૭-૧૯૮૭ પહેલા સરકાર સ્થાનીક અધિકારીઓ, બેંક પોસ્ટ ઓફીસ, એલઆઇસી, પીએસયુ દ્વારા અપાયેલ ઓળખ કાર્ડ
૩) સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર
૪) પાસપોર્ટ
૫) માન્ય બોર્ડ, યુનિ.દ્વારા જારી કરાયેલ મેટ્રીકયુલેશન શૈક્ષણીક પ્રમાણપત્ર
૬) સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
૭) વન અધિકાર પ્રમાણપત્ર
૮) ઓબીસી, એસસી, એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કોઇપણ જાતિ પ્રમાણપત્ર
૯) રાષ્ટ્રિય નાગરીક રજીસ્ટર 
૧૦) રાજય અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર થયેલ કુટુંબ રજીસ્ટર
૧૧) સરકાર દ્વારા કોઇપણ જમીન, મકાન ફાળવણી પ્રમાણપત્ર​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application