BREAKING NEWS

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને શું મળ્યું? ક્યાં સમાજમાંથી કેટલા MLAને મંત્રી બનાવાયા, બપોર બાદ ખાતાની ફાળવણી

  • October 17, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતનું નવું મંત્રીમંડળ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને રાજકારણના એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રમાંથી 8 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ સમાજને ધ્યાને રાખીને બેલેન્સ કરવામાં આવ્યું છે.​​​​​​​


ક્યાં સમાજમાંથી કેટલા MLAને મંત્રી બનાવાયા 

પટેલ સમાજ- 3 મંત્રી

કોળી સમાજ- 2 મંત્રી 

ક્ષત્રિય સમાજ- 1 મંત્રી

આહીર સમાજ- 1 મંત્રી

એસસી સમાજ- 1 મંત્રી


બપોર બાદ ખાતાની ફાળવણી

નવા મંત્રીમંડળમાં મિથુન કન્યા અને તુલા રાશીના 14 મંત્રી છે.  દાદાની સરકારનું જમ્બો મંત્રીમંડળ તૈયાર થઈ ચૂક્યું છે. બપોર બાદ રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે, જેમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે.


જે પી નડ્ડાએ CM આવાસમાં નવનિયુક્ત મંત્રીઓ સાથે બેઠક યોજી

જે પી નડ્ડાએ CM આવાસમાં નવનિયુક્ત મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. પડતાં મુકાયેલા મંત્રીઓ નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહમાં પહેલી હરોળમાં બેઠા છે. જેમાં મૂળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, રાઘવજી પટેલ પહેલી હરોળમાં બેઠા છે.

રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application