નરસંગ ટેકરી ખાતે ખાનગીબસો અને રીક્ષાચાલકોને નિયમ કયારે સમજાવશે?

  • June 17, 2025 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકોને ટ્રાફિકના સોનેરી નિયમની પત્રિકા વહેંચતી ટ્રાફિક પોલીસ નરસંગ ટેકરી ખાતે ખાનગીબસો અને રીક્ષાચાલકોને નિયમ કયારે સમજાવશે? તેવા સવાલ સાથે જાગૃત નાગરિકોએ તંત્રનું ધ્યાન દોર્યુ છે.
પોરબંદર શહેર અને જિલ્લાની ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે તે માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે અને ટ્રાફિકના સોનેરી નિયમો સમજાવી તેની પત્રિકાનું વાહનચાલકોને તેનું વિતરણ કરવામાં આવે છે તે બાબત આવકારદાયક છે તેની સાથોસાથ શહેરના નરસંગ ટેકરી અને ઓવરબ્રીજ નીચે આડેધડ ખડકાતી ખાનગીબસો, રીક્ષા તથા શહેર આખું પોતાના નામનું થઇ ગયુ હોય તેમ મન પડે ત્યાં અચાનક જ રીક્ષાને પાર્ક કરતા અને બ્રેક મારતા  રીક્ષાચાલકોને પણ ટ્રાફિકના નિયમોની સેન્સ સમજાવવી જ‚રી બની છે તેમ જણાવીને પોરબંદરના જાગૃત નાગરિકોએ એવી માંગ કરી છે કે નરસંગ ટેકરીના સર્કલ પરથી ઉદ્યોગનગર તરફ કે રાજીવનગર તરફ જવુ હોય તો સર્વિસ રોડ પર અને સર્કલની નીચે મોટી માત્રામાં ખાનગી બસોના ખડકલા થઇ ગયેલા જોવા મળી રહ્યા છે. જો  ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ સારી રીતે સમજણ આપી શકતી હોય તો ખાનગી ટ્રાવેલ્સના ડ્રાયવરોને અને આડેધડ રીક્ષા ચલાવતા અને પાર્ક કરતા રીક્ષાચાલકોને સમજાવવા માટે કેમ તંત્ર ગંભીર બનતુ નથી ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને આ મુદ્ે પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News