રાજકોટમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી એસએમસીએ એમસીએક્સ ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ખુલ્લું પાડ્યું તે કામગીરી બિરદાવા લાયક ગણાય પરંતુ આવડા મોટા દરોડા બાદ તેની તપાસ ખુદ એસએમસીએ પોતાની પાસે કેમ ન રાખી? તે પણ સવાલો ઊભા કરે છે સ્થાનિક પોલીસ ને તપાસ આપી દેવાનું કારણ શું તે મુદ્દે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
MCXમાં સરકાર સાથે છેતરપિંડી વિશ્વાસઘાતની ભારે કલમો લાગી
સ્ટેટ મોનિટિંગ સેલ દ્વારા એમસીએક્સ અને શેર બજાર ના ડબ્બા ટ્રેડિંગ ના ગેરકાયદેસર સોદા લેતા ઝડપી લીધેલા નામચીન રાકેશ પોપટ અને સાગરીતો સામે ન્યાય સહિતાની ભારેખમ કલમો લગાવવામાં આવી છે જેમાં સરકાર સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી, ની 316 (5) 318 (4) 319 (2) 238 61 (2) 66 (સી) 66 (ડી) આઇટી એક્ટ તેમજ કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી..
રાજકોટમાં વર્ષોથી એમસીએક્સ અને ક્રિકેટ સટ્ટા જેવા જુગાર ના વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશ પોપટ ની ઓફિસ અને કોમ્પ્લેક્સ ના સીસીટીવી ફૂટેજ મેળવી ચેક કરવામાં આવે તો તેના ગ્રાહકો તેમજ ભાઈચારો રાખતા અનેક ખાખીનું કનેક્શન બહાર આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હવે એ જોવાનું રહ્યું કે સ્થાનિક પોલીસ કેટલી નીતિમતાથી કામ કરે છે.
ટંકારા જુગાર ક્લબ જેવું કાંડ સર્જાય તો નવાઈ નહીં..
મોરબીના ટંકારામાં જુગાર ક્લબના તોડકાંડમાં જેણે રેડ કરી હતી તે ખુદ ટંકારા પીઆઇ ગોહિલ એસએમસી ની જાળમાં ફસાઈ ગયા હતા પ્રથમ સ્થાનિક લેવલે તપાસ આપી લીમડી ડીવાયએસપીએ તપાસ કર્યા બાદ ઓચિંતા ફેર તપાસ એસએમસીએ કરી અને સમગ્ર કાંડ ઉપરથી પડદો ઉચકાયો હતો અને પીઆઇ તેમજ હેડ કોન્સ્ટેબલને બદલી અને સસ્પેન્ડ કર્યા બાદ તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, તેવું આ પ્રકરણમાં થાય તો નવાઈ ન કહી શકાય.
એમસીએક્સ સટ્ટામાં સપ્તાહમાં જ 20 કરોડ જેવી રકમની લેતી દેતી?
સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસ ને ઊંઘતી રાખી મોટું એમસીએક્સ રેકેટ નું નેટવર્ક ઝડપી મુખ્ય ગણાતા એવા મૂકી રાકેશ પોપટ ને ઝડપી લીધા બાદ પ્રાથમિક તપાસમાં દર વિકે 20 કરોડથી પણ મોટો લેતી દેતીનો સટ્ટો ખેલાતો હોવાનું અને લેતી દેતી થતી હોવાનું સામે આવ્યા નું વિશ્વાસુ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
કરોડોના સોદાનો હવાલો કયા આંગડિયા મારફત થતો હતો?
યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પ્લેક્સ માં ઝડપાયેલા એમસીએક્સ ડબ્બા ટ્રેડીગે માત્ર બુકી આલમ જ નહીં પરંતુ પોલીસ બેડામાં તેમજ રાજકારણમાં પણ ચકચાર અને ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે કરોડોના સટ્ટામાં અન્ય કોણ કોણ સામેલ છે? અને નાણાનો હવાલો ક્યાં આંગળીયા મારફત થતો હતો તે તપાસના અંતે હકીકતો સામે આવી શકે છે.