રાજકુમાર ન અવસ્થામાં કેમ ફરતો હતો? ચાલીને બાવન કિમી દૂર કઈ રીતે પહોંચ્યો?
રાજકુમાર ન અવસ્થામાં કેમ ફરતો હતો? ચાલીને બાવન કિમી દૂર કઈ રીતે પહોંચ્યો?
July 29, 2026 02:01 PM
રાજકોટના ૨૪ વર્ષીય રાજકુમાર જાટના રહસ્યમય મૃત્યુ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને મોટો આદેશ આપ્યો છે. મૃતકના મૃત્યુ પહેલાંના ચોંકાવનારા સીસીટીવી ફટેજ સામે આવ્યા છે, જેમાં તે નાવસ્થામાં ફરતો અને ભાગતો જોવા મળી રહ્યો છે. આ ગંભીર મામલે હાઈકોર્ટે તપાસ કરીને યોગ્ય રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી આગામી ૨૫ ઓગસ્ટે હાથ ધરવાનું નક્કી કયુ છે. રાજકુમાર જાટના અસ્વાભાવિક મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોનું શઆતથી જ સ્પષ્ટ્ર માનવું છે કે આ કોઈ સામાન્ય અકસ્માત કે સ્વાભાવિક મૃત્યુ નથી, પરંતુ સુવ્યિસ્થિત રીતે કરવામાં આવેલી હત્યા છે. પરિવાર દ્રારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલ સામે સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ હત્યામાં તેઓ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ પ્રભાવ હેઠળ આવીને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણોસર આ કેસની સંપૂર્ણ તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવે તેવી માંગણી સાથે હાઈકોર્ટમાં રિટ પિટીશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસના તમામ દસ્તાવેજો અને પેપર્સનો ઐંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સરકાર પક્ષ સમક્ષ કેટલાક ગંભીર અને મહત્ત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા ,શંકાસ્પદો અને મૃતક બંને આ ઘટના પહેલાં એકબીજાને ઓળખતા હતા કે નહીં? મૃતક ઘટનાના દિવસે નાવસ્થામાં રોડ પર કેમ ફરતો હતો અને ૫૨ કિલોમીટર જેટલું અંતર આ હાલતમાં કેવી રીતે ચાલી શકી? અરજદાર પિતા અને મૃતક પુત્ર શા માટે શંકાસ્પદોના ઘરમાં ગયા હતા અને ત્યારબાદ ત્યાં શું બન્યું? કોર્ટે નોંધ્યું હતું કે મૃતકના ન ફરવાના સીસીટીવી ફટેજ મુદ્દે પોલીસ કે તપાસનો રિપોર્ટ હાલ સાયલન્ટ છે. આ સંદર્ભે સરકારી વકીલે કોર્ટને ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્રારા આ મામલે યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, અરજદારના વકીલ દ્રારા મૃતકને ગુદાના ભાગે ઈજાઓ થઈ હોવાના મુદ્દા સાથે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હાલ હાઈકોર્ટના આ કડક આદેશથી સમગ્ર કેસમાં ન્યાય મેળવવાની આશાઓ વધુ પ્રબળ બની છે.