BREAKING NEWS

જામનગર : એસ્ટેટ શાખાએ ચાંદીબજારના ૩૨ દુકાનદારોને નોટીસ આપ્યા બાદ કાર્યવાહી થશે ખરી ?

  • January 16, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ચાંદીબજારમાં આવેલા બુગદાઓમાં ૩૨ દુકાનદારોને ઓટલા સહિતના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે એસ્ટેટ શાખા દ્વારા નોટીસ ફટકારાઇ છે અને ૭ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે ત્યારે દુકાનદારોએ રાજકીય શરણુ લીધું હોવાની વાતો બહાર આવી રહી છે, આ કાર્યવાહી થશે કે કેમ ? તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. 


એસ્ટેટ શાખાએ ચાંદીબજારમાં આવેલ બુગદાના દુકાનદારોને ગેરકાયદેસર ઓટલા તોડી પાડવા અગાઉ રૂબરૂ પણ જણાવ્યું હતું, ત્યારબાદ નોટીસ ફટકારવામાં આવી છે અને વળી આ નોટીસમાં એવું જણાવાયું છે કે, સાત દિવસમાં આ તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવે નહીંતર કોર્પોરેશન કાર્યવાહી કરશે અને જે નુકશાન થશે તેની જવાબદારી દુકાનદારોની રહેશે. આમ નોટીસ બાદ વેપારીઓ કેટલાક રાજકીય લોકોને મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ કાર્યવાહી નોટીસનો સમય પુરો થયા બાદ કરવામાં આવશે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચા થઇ રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application