BREAKING NEWS

બાઇડનના ઓટોપેનથી સહી કરેલા બધા જ ઓર્ડર રદ કરી દઈશ: ટ્રમ્પ

  • November 29, 2025 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે બે મોટી જાહેરાત કરી, જેમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા ઓટોપેન મશીનથી સહી કરેલા બધા દસ્તાવેજો હવે રદ કરવામાં આવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે બાયડેનના લગભગ 92 ટકા ઓર્ડર આ મશીનથી સહી કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે જાહેર કર્યું હતું કે જો બાઇડન દ્વારા ઓટોપેનથી સહી કરેલા બધા દસ્તાવેજો રદ કરવામાં આવ્યા છે. તેમની કોઈ કાનૂની અસર થશે નહીં. ઓટોપેનનો ઉપયોગ ફક્ત ત્યારે જ કાયદેસર છે જો રાષ્ટ્રપતિ પોતે ખાસ કરીને તેને અધિકૃત કરે.સાથે સાથે ટ્રમ્પએ અન્ય એક જાહેરાત પણ કરી હતી કે ત્રીજા વિશ્વના દેશોમાંથી અમેરિકામાં થતું ઇમિગ્રેશન સદંતર બંધ કરી દેવામાં આવશે. ટ્રમ્પનો આ નિર્ણય અફઘાન નાગરિકે બે નેશનલ ગાર્ડ પરના હુમલા બાદ સામે આવ્યો છે.


બાઈડેન કટ્ટરપંથી ડાબેરીઓના પગલે ચાલતા હોવાનો ટ્રમ્પનો આરોપ

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે બાઇડનના બધા એક્ઝિક્યુટિવ ઓર્ડર અને અન્ય કંઈપણ જે તેમણે સીધા પોતાના હાથથી સહી કર્યા નથી તે રદબાતલ છે. તેમણે આરોપ લગાવ્યો કે બાઇડનની આસપાસ રહેલા "કટ્ટરપંથી ડાબેરીઓના પાગલ લોકો" ઓવલ ઓફિસમાં રિઝોલ્યુટ ડેસ્કની આસપાસ ભેગા થયા હતા અને તેમનાથી રાષ્ટ્રપતિ પદ છીનવી લીધું હતું. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, "જે લોકોએ ઓટોપેનનો ઉપયોગ કર્યો હતો તેમણે ગેરકાયદેસર રીતે કર્યું હતું. જો બાઇડન આ પ્રક્રિયામાં સામેલ નહોતા. જો બિડેન દાવો કરે કે તેમના સ્ટાફે તેમની પરવાનગીથી આ કર્યું છે, તો તેમની સામે ખોટી જુબાની આપવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.


બાઇડન તેમના રાષ્ટ્રપતિ પદ દરમિયાન સ્વ નિયંત્રણમાં નહોતા: ટ્રમ્પ

ટ્રમ્પ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે તેમની ઉંમર અને માનસિક સ્થિતિને કારણે,બાઇડન તેમના કાર્યાલયને નિયંત્રિત કરી શકતા ન હતા. તેમણે અગાઉ ઘણી વખત બાઇડન ના ઓટોપેનના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા છે. જોકે વ્હાઇટ હાઉસમાં દાયકાઓથી ઓટોપેનનો ઉપયોગ સામાન્ય રહ્યો છે, ટ્રમ્પ કહે છે કે બાઇડનની તેના પર નિર્ભરતા સાબિત કરે છે કે તેમના રાષ્ટ્રપતિ પદ દરમિયાન તેમના પર સાચા નિયંત્રણનો અભાવ છે. તે જ દિવસે, ટ્રમ્પે બીજો મોટો નિર્ણય જાહેર કર્યો. તેમણે કહ્યું કે બાઇડન ના કાર્યકાળ દરમિયાન આવેલા લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવા માટે તમામ "ત્રીજી દુનિયાના દેશો"માંથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇમિગ્રેશન કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.

ત્રીજા વિશ્વના દેશોમાંથી ઇમિગ્રેશન બંધ થતા અમેરિકન સિસ્ટમમાં સુધારાની આશા

ટ્રમ્પે લખ્યું, "હું ત્રીજા વિશ્વના તમામ દેશોમાંથી ઇમિગ્રેશન કાયમી ધોરણે બંધ કરી રહ્યો છું. આનાથી અમેરિકન સિસ્ટમમાં સુધારો કરવાની, બાઈડેનના કાર્યકાળ દરમિયાન ઓટોપેન દ્વારા તમામ ગેરકાયદેસર પ્રવેશનો અંત લાવવાની અને અમેરિકાને લાભ ન ​​આપતા અથવા આપણા દેશને પ્રેમ ન કરી શકતા લોકોને બહાર કાઢવાની તક મળશે. બધા બિન-નાગરિકોને મળતા ફેડરલ લાભો અને સબસિડી બંધ કરવામાં આવશે. ઘરેલું શાંતિમાં ખલેલ પહોંચાડનારા ઇમિગ્રન્ટ્સની નાગરિકતા છીનવી લેવામાં આવશે." જે વિદેશીઓ બોજ, સુરક્ષા ખતરો બને છે અથવા પશ્ચિમી સભ્યતાનું પાલન કરતા નથી તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application