BREAKING NEWS

રાજકોટમાં કાર ચાલક બેફામ બન્યો...પૂરપાટ ઝડપે કાર હંકારી મહિલાને કચડી નાખતા મોત, મૃતક પુત્રીના ઘરે જતા હતા

  • December 25, 2025 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં કારચાલક બેફામ બન્યો હોય તેમ રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી હતી. જેમાં મહિલાનું મોત નીપજતા અરેરાટી મચી ગઈ હતી. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત

મળતી માહિતી મુજબ, ગોંડલ રોડ ચોકડીથી આજી ડેમ ચોકડી વચ્ચે રામાધાણી હોટલ નજીક હાઈવે રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવતી કારે ઠોકરે લેતા વૃદ્ધનું મોત નીપજતાં તેના પરિવારજનોમાં શોક છવાયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લાના માણાવદર ગામ નજીક બાંટવા ગામે રહેતા ઈન્દુબેન પ્રાગજીભાઈ મારૂ (ઉં.વ.૬૩) રાત્રીના ગોંડલ રોડ ચોકડી અને આજીડેમ ચોકડી વચ્ચે રામાધણી હોટલ પાસે પગપાળા રોડક્રોસ કરતા હતા તે દરમિયાન પૂરપાટ કારે ઠોકરે લઈ નાસી જતા તેને ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


વૃદ્ધા પુત્રીના ઘરે જતા હતા

બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેમંતભાઈ ધરજીયા સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક વૃદ્ધા તેના પતિ સાથે રાજકોટમાં ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે આવેલ જયોતીપાર્કમાં રહેતી તેની પુત્રીના ઘેર જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પરિવારજનોએ જણાવતા પોલીસે અકસ્માત બાદ નાસી છુટેલા કાર ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application