BREAKING NEWS

તરઘડી નજીક ગાય આડી ઉતરતા મહિલા બાઇક પરથી પટકાયા: મોત

  • October 21, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ દાહોદના રાણીપુરાના વતની અને હાલ પડધરી તાલુકાના તરઘડીમાં રહેતા માતા–પુત્ર બાઈક લઇ પડધરી ખરીદી કરવા માટે જતા હતાં. દરમિયાન તરઘડી નજીક પેટ્રોલ પપં પાસે ગાય આડી ઉતરતા બાઇકચાલક પુત્રએ કાબુ ગુમાવતા પાછળ બેઠેલા તેના માતા રોડ પર પટકાતા ગંભીર ઈજા થવા સબબ તેમનું મોત થયું હતું. બનાવ અંગે પડધરી પોલીસે જરી કાર્યવાહી કરી હતી. દિવાળીના તહેવાર સમયે જ પરિવારના સભ્યનું મોત થતાં શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ દાહોદના સિંગવડ તાલુકાના રાણીપુરાના વતની અને હાલ તરઘડી ગામે રાધે કાઠીયાવાડી હોટલ પાછળ મેકસવેલ ઇન્ડસ્ટ્રીઝની ઓરડીમાં રહેતો સંતોષ ગોવિંદભાઈ ડામોર અને તેના માતા શાંતાબેન ગોવિંદભાઈ ડામોર(ઉ.વ ૩૪) બંને ગઈકાલે બપોર બાદ બાઈક પર જતા હતા. રાજકોટ–જામનગર હાઇવે પર તરઘડી ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી થોડે દૂર પહોંચતા રોડ પર ગાય આડી ઉતરતા બાઇક ચાલક યુવાન સંતોષે કાબુ ગુમાવ્યો હતો અને તેના માતા શાંતાબેન બાઈક પરથી નીચે પટકાયા હતા. જેથી તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી ૧૦૮ મારફત પ્રથમ એઇમ્સ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત થયું હતું. અકસ્માતના આ બનાવને લઈ પડધરી પોલીસે જરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, શ્રમિક પરિવાર છેલ્લા ૧૫ વર્ષથી અહીં રહે છે. અકસ્માતમાં મોતને ભેટનાર મહિલા શાંતાબેનને સંતાનમાં બે પુત્ર છે પતિ ગોવિંદભાઈ મજૂરીકામ કરે છે દિવાળીનો તહેવાર હોય જેથી માતા–પુત્ર બાઇક લઈ તરઘડીથી પડધરી ખરીદી કરવા માટે જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application