અમેરિકાના ફ્લોરિડાથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાએ પૂરતા દસ્તાવેજોના અભાવે તેના કૂતરાને વિમાનમાં સાથે લઇ જવાની મંજુરી નહીં મળતાં ડૂબાડીને મારી નાખ્યો હતો. પોલીસે મહિલાની ધરપકડ કરી છે. ફ્લોરિડા એનિમલ રાઇટ્સ ફાઉન્ડેશને આ ઘટનાની ટીકા કરી છે. તેમણે કડક સજાની હિમાયત કરી છે.
અહેવાલ મુજબ, 57 વર્ષીય એલિસન લોરેન્સ 16 ડિસેમ્બરે તેના કૂતરા ટાયવિન સાથે કોલંબિયાની યાત્રા માટે ઓર્લાન્ડો એરપોર્ટ પર પહોંચી હતી. જોકે, અધિકારીઓએ તેણીને કહ્યું કે તેની પાસે યોગ્ય દસ્તાવેજો નથી અને તેથી તે તેના પાલતુ પ્રાણીને પોતાની સાથે લઈ જઈ શકતી નથી. થોડા સમય પછી, એક એરપોર્ટ કર્મચારીને મહિલા શૌચાલયમાં એક મૃત કૂતરો મળ્યો. ઘટનાની માહિતી મળતાં, પશુ સેવા વિભાગને ફોન કરવામાં આવ્યો અને તપાસ બાદ પુષ્ટિ મળી કે કૂતરો ડૂબવાથી મૃત્યુ પામ્યો છે.
ઓર્લાન્ડો પોલીસ વિભાગ અનુસાર, એલિસન લોરેન્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લોરેન્સ પર પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ મહિલાની ટીકા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો: રશિયા પાસે સૌથી વધુ
June 17, 2025 02:48 PMખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દાના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો
June 17, 2025 02:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech