BREAKING NEWS

જો પોલીસ ફરિયાદ નહીં લ્યે તો હવે કેરોસીન છાંટી સળગું તો જ હા...મહિલાએ ફિનાઈલ પી પોલીસ સ્ટેશન માથે લીધું

  • January 22, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઈલ પી પોલીસ સ્ટેશન માથે લીધું હતું. પોતાને એક શખ્સ છરી લઈને મારી નાખવાની ધમકી આપતો હોવા છતાં પોલીસ ફરિયાદ લેતી ન હોવાની આક્ષેપ કર્યો હતો. મહિલા સાથેના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જ ફિનાઈલ પી તો વિડિઓ ઉતારતા શોશિયલ મીડીયમ વાયરલ થયો હતો. મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી પાસે આવેલા પાણીના ટાકા પાસે રહેતી હીનાબેન ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.35)એ રાત્રીના નવેક વાગ્યે મુંજકા પોલીસ ચોકી ખાતે હાથમાં ફિનાઈલની બોટલ લઇને પહોંચી ત્યાંજ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. મહિલા સાથેનો વ્યક્તિ મોબાઈલમાં શૂટિંગ પણ કરતો હતો અને વિડીયોમાં મહિલા પોલીસ ઉપર આક્ષેપ કરતા જણાવી રહી હતી કે, કાના નામનો શખસ કેટલાક દિવસથી ત્રાસ આપે છે ને છરી લઈને મારવાની ધમકી આપે છે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધવાનું કહેતા પોલીસ ફરિયાદ લેતી નથી, હવે જો પોલીસ ફરિયાદ નહીં લ્યે તો કેરોસીન છાંટી અહી જ સળગી જાવ તો જ હા.. કહેતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. મહિલાના લગ્ન થયાને 15 વર્ષ જેટલો સમય થયો છે ને બે સંતાન છે, પતિ સાથે મતભેદ થતા આઠ વર્ષથી અલગ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ યુનિવર્સીટી પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application