BREAKING NEWS

હીજાબ ખેંચવાના મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા જામનગરમાં વિરોધ કરાયો: આવેદન

  • December 23, 2025 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના હીજાબ પ્રકરણના પડઘા જામનગરમાં પડયા છે, મહીલા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી નિતીશકુમારનો આક્રોશ સાથે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો, આ બાબતે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજની મહીલાઓની મર્યાદા એના હીજાબને લીધે જળવાયેલી રહે છે.

​​​​​​​

 સમાજની મર્યાદા એટલે મુસ્લિમ મહીલા તેના હીજાબ દ્વારા જાળવી રાખે છે અને જાહેરમાં કયાંય હીજાબ ઉતારતી નથી, ત્યારે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારને એવી મર્યાદા ખુલ્લી પાડવાની શું જરૂર લાગી ? તે જાહેરમાં એક મહીલાનો હીજાબ ખેંચીને શું સાબીત કરવા માંગે છે ? આ આવેદન આપતી વેળાએ મહીલા શહેર કોંગ્રેસ પ્રમુખ રચનાબેન નંદાણીયા, રોશનબેન નાઇ, રંજનબેન ગજેરા સહિતની મહીલા આગેવાનો જોડાઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application