પોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા કાર્યકર્તા બેઠકનું આયોજન ડો.વી. આર. ગોઢાણીયા કોલેજમાં પોરબંદર મહિલા પ્રભારી વસંતાબેન કોરડીયાની આગેવાની હેઠળ કરવામાં આવ્યુ હતુ. તેમાં દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજા આર્યા પધારી સ્વામીજીના કાર્યથી સર્વને માહિતગાર કર્યા. સાથે સંગઠનની સર્વ કાર્યકર્તા બહેનોનો પુરો સાથ સહકાર મળેલ. સ્વામીજીનું કાર્ય જેવું કે યોગ આયુર્વેદ, ભારતી શિક્ષા બોર્ડ, નેચરોપેથી થેરાપી વગેરે કાર્યોને આગળ વધારવા સંકલ્પ લીધેલ. તેમજ ૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમો કરી લોકોમાં યોગ માટે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો કરવા નિર્ણયો લેવામાં આવ્યા.સાથે સહયોગી બેનો કિરણબેન,પુજાબેન, ઉષાબેન, હિરાબેન, ક્રિષ્નાબેન, મંજુબેન, રચનાબા, રેખાબેન, વનીતાબેન જિજ્ઞાસાબેન, ઉર્વિશાબેન તથા રાણાવાવ તાલુકા પ્રભારી મીનાબેન, નફીસાબેન બધા જ પતંજલિ સંગઠનના બહેનોના સાથ સહકારથી આ કાર્યને વેગવંતુ બનાવવામાં આવ્યું. સાથે પતંજલિ યોગ સમિતિના ભાઈઓ નરેશભાઈ જુંગી,અશ્વિનભાઈ દવે, હસમુખભાઈ શિલુ ખીમભાઈ મા, દિનેશભાઈ, હાર્દિકભાઈ રાજેશભાઈ કક્કડ, ગોરધનભાઈ ચાવડા(નાસ્તાના દાતા,) તેમજ આ કાર્ય માટે કુતિયાણાના તાલુકા પ્રભારી અને ડો.વી.આર. ગોઢાણીયા યોગ કોલેજ કોડિનેટર જીવાભાઇ ખુંટી દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતુ, આ સમગ્ર કાર્યનું સફળ સંચાલન મીડિયા પ્રભારી વિશાખાબેન શીલુએ તમામ મહેમાનો,અને સંસ્થા કાર્યક્રમ માટે વિનામુલ્યે ફાળવેલ તે બદલ તમામનો વિશાખાબેન શિલુએ આભાર વ્યક્ત કર્યો હતો,શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ પ્રમુખ,વિધાપુષ, કર્મયોગી, ડો.વિરમભાઇ ગોઢાણીયા, અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતભાઈ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઈ વિસાણા,અને ડો.વી.આર.ગોઢાણીયા બી .એડ.કોલેજ ડાયરેક્ટર ડો.ઈશ્ર્વરભાઈ ભરડા તમામનો આભાર માને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech