લોઠડામાં શ્રી ટેકનોકાસ્ટ ફેકટરીમાં વીજકરંટથી શ્રમિકનું મોત: કંપની માલિક સામે બેદરકારીના આક્ષેપ
લોઠડામાં શ્રી ટેકનોકાસ્ટ ફેકટરીમાં વીજકરંટથી શ્રમિકનું મોત: કંપની માલિક સામે બેદરકારીના આક્ષેપ
July 13, 2026 04:58 PM
રાજકોટના લોઠડા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલી શ્રી ટેકનોકાસ્ટ કંપનીમાં માટી મિકસ કરવાના મશીનમાં કામ કરતા શ્રમિકને જોરદાર વીજકરટં લાગતા મોત નિપયાની ઘટના સામે આવતા કામ કરતા શ્રમિકોમાં ગમગીની સાથે કંપની માલિક સામે રોષ જોવા મળ્યો છે, કારણ કે, થોડા સમય પહેલા પણ શ્રમિકને શોટ લાગવાની ઘટના બની હતી એમ છતાં કંપનીના માલિક દ્રારા કોઈ સલામતીની વ્યવસ્થા ન કરતા આ ઘટના બની છે. જેથી કંપની માલિક સામે બેદરકારીનો પણ શ્રમિકોએ આક્ષેપ કર્યેા છે. બનાવની પ્રા વિગત અનુસાર, લોઠડા ગામે આવેલી શ્રી ટેકનોકાસ્ટ કાસ્ટિંગ બનાવતી કંપનીમાં છેલ્લા છએક માસથી કામ કરતા કૃષ્ણકુમાર પ્રસાદ(ઉં.વ.૨૩)નું શનિવારે માટી મિકસ કરવાના મશીનમાં વીજશોક લાગતા સાથી શ્રમિકો દોડી ગયા હતા અને બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. બનાવના પગલે કામ કરતા શ્રમિકોમાં કંપની માલિક સામે રોષ જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે, કૃષ્ણકુમારને આજથી ત્રણેક માસ પૂર્વે પણ આ જ મશીનમાં વીજશોક લાગ્યો હતો. તે સમયે શ્રમિકોએ સાથે મળી કંપની માલિક પરેશ રમેશભાઈ શિરોયા અને ભાગીદાર સુરેશ પટેલને મશીનમાં શોક લાગતો હોઈ જેથી સલામતીના ભાગપે રોબોટ મુકાવવાનું જણાવ્યું હતું એમ છતાં કંપની માલિકોએ કોઈ વ્યવસ્થા ન કરતા આ ઘટના બની છે. મૃતક મૂળ બિહારનો વતની છે તે ચાર ભાઈ–બહેનમાં ત્રીજો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે