શહેરના રેલવે સ્ટેશનથી વૈશાલી સિનેમાં તરફ જતા માર્ગ પર એક શ્રમીક પોતાની લારી લઈને જઈ રહ્યા હતા. ત્યારે ત્યાથી પસાર થતા ડિઝલ ટેન્કરના ચાલકે શ્રમીકને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતુ. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અને ગંગાજળીયા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફે ઘટના સ્થળ પર દોડી જઈ શ્રમિકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા શ્રમીક નરેશભાઈ કાંતીલાલ મકવાણા (ઉ.વ.આ. ૪૧) પોતાની હાથલારી લઈને રેલવે સ્ટેશન રોડ પરથી જુના બંદર તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન પસાર થતા ડિઝલ ટેન્કર નંબર જીજે. ૦૪. એક્સ- ૭૭૨૨ના ચાલકે પોતાનું ટેન્કર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી નરેશભાઈને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા તેનું સ્થળ પરજ કમકમાટી ભર્યુ મોત નિપજાવ્યુ હતું.
અકસ્માતના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા ગંગાજળીયા પોલીસ મથકના પીઆઈ વાઘેલા સહિતનો સ્ટાફે દોડી જઈ મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ભાવનગર સર. ટી. હોસ્પીટલ ખસેડી ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application