BREAKING NEWS

જામનગરમાં ત્રિવિક્રમરાયજી મંદીરમાં ૫૫૧ દીવડાની મહાઆરતી

  • June 08, 2026 05:06 PM 

જામનગરમાં ત્રિવિક્રમરાયજી મંદીરમાં ૫૫૧ દીવડાની મહાઆરતી

ભકિત: ૧૭૮ વર્ષ પ્રાચીન મંદીરમાં અધિક મહીનામાં શ્રીજી સન્મુખ ૫૫૧ શ્રી -પુરૂષ સુકતમના સામૂહીક પાઠથી અનેરૂ આઘ્યાતમિક વાતાવરણ

જામનગરમાં આણદાબાવા ચકલા નજીક આવેલા ૧૭૮ વર્ષ પ્રાચીન ત્રિવિક્રમરાયજી મંદીરમાં અધિક મહીનામાં ભગવાન શ્રીજી સન્મુખ ૫૫૧ શ્રી-પુરૂષ સુકતમના સામૂહીક પાઠ અને ૫૫૧ દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. આ અનેરા ઉત્સવથી મંદીરમાં અનેરા આઘ્યાતમિક વાતાવરણથી ભાવીકો ભાવ વિભોર થઇ ગયા હતાં.

જામનગરમાં પવિત્ર પુરષોતમ મહીનો ચાલી રહ્યો હોય ભાવિકો ભગવાન શ્રીજીની ભાવભેર ભકિત કરી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર મંદીરોમાં ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમો થઇ રહ્યા છે. શહેરમાં આણદાબાવ ચકલા નજીક આવેલા ૧૭૮ વર્ષ પ્રાચીન ભગવાન ત્રિવિક્મરાયજીના મંદીરમાં રવિવારે અનેરા ધાર્મિક મનોરથનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીજી સન્મુખ મંડળ ભરવામાં આવ્યું હતું. આટલું જ નહીંં ભગવાન ત્રિવિક્રમરાયજીના સાનિઘ્યમાં ૫૫ બ્રાહ્મણો દ્વારા ઋગવેદના  મંત્રોના ૫૫૧ શ્રી અને પુરૂષ સુકતમના સામૂહીક પાઠ કરવામાં આવતા ભાવીકો ધન્ય બન્યા હતાં. ત્યારબાદ ભગવાન શ્રીજીને ૫૫૧ દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. જેના દર્શન કરી ભાવીકો ભાવ વિભોર થઇ ગયા હતાં. આ ધાર્મિક ઉત્સવના દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અત્રે નોંધનીય છે કે, આ પ્રાચીન મંદીરમાં રથયાત્રા, આંબા મનોરથ, અન્નકુટ દર્શન સહીતના ભવ્ય મનોરથ અને જુદા-જુદા તહેવારોની શ્રઘ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News